Get News Alerts

Never miss breaking news updates.

સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં BJPના પ્રથમ CM, રૂપા ગાંગુલી સહિત વધુ એકને DyCM બનાવાશે

West Bengal CM: પશ્ચિમ બંગાળમાં ભાજપે સૌપ્રથમ મુખ્યમંત્રીના નામ પર મહોર મારી દીધી છે. જેમાં સુવેન્દુ અધિકારીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે રૂપા ગાંગુલી સહિત વધુ એક પુરુષને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવશે. આજે સાંજે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.
Admin
AdminUpdated on: 08 May 2026 02:47 PM IST
સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં BJPના પ્રથમ CM, રૂપા ગાંગુલી સહિત વધુ એકને DyCM બનાવાશેસુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં BJPના પ્રથમ CM, રૂપા ગાંગુલી સહિત વધુ એકને DyCM બનાવાશે

ફાઇલ ફોટો

West Bengal CM: પશ્ચિમ બંગાળમાં ભાજપે સૌપ્રથમ મુખ્યમંત્રીના નામ પર મહોર મારી દીધી છે. જેમાં સુવેન્દુ અધિકારીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે રૂપા ગાંગુલી સહિત વધુ એક પુરુષને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવશે. આજે સાંજે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. આવતીકાલે બંગાળમાં નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.

સુવેન્દુ અધિકારી તેમની પાસે ગૃહ મંત્રાલય અને પોલીસ વિભાગ હશે. ઉલ્લેખનીય છે કે, સુવેન્દુ અધિકારીએ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભવાનીપુર સીટ પર 15 હજાર વોટની લીડથી હરાવ્યા છે. ત્યારે તેઓ નંદીગ્રામ સીટ પરથી પણ જીત્યા છે. અહીં તેમણે 2021માં મમતા બેનર્જીને હરાવ્યા હતા.

ગૃહ મંત્રી અમિત શાહ હાલ કોલકાતા પહોંચ્યા છે. ભાજપે તેમના શિરે બંગાળની જવાબદારી મૂકી છે. ત્યારે ઓબ્ઝર્વર તરીકે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીની નિયુક્તિ કરવાનું તેમને સોંપવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપને બહુમતી મળી
4 મેના રોજ 293 બેઠકોના પરિણામો આવ્યા હતા. જેમાં ભાજપને 207 બેઠકો મળી હતી. જ્યારે TMC માત્ર 80 પર સમેટાઈ ગઈ હતી. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે. તેનું પરિણામ 24 મેના રોજ આવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.