Get News Alerts

Never miss breaking news updates.

સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા, PM મોદી હાજર

Suvendu Adhikari Oath Taking Ceremony: ભાજપના ધારાસભ્ય દળના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ આરએન રવિએ તેમને શપથ લેવડાવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના 20 CM તથા DyCM અને કેન્દ્રીય મંત્રીઓ આ શપથ સમારોહમાં હાજર રહ્યા છે.
Admin
AdminUpdated on: 09 May 2026 11:38 AM IST
સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા, PM મોદી હાજરસુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા, PM મોદી હાજર

Suvendu Adhikari Oath Taking Ceremony: ભાજપના ધારાસભ્ય દળના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ આરએન રવિએ તેમને શપથ લેવડાવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના 20 CM તથા DyCM અને કેન્દ્રીય મંત્રીઓ આ શપથ સમારોહમાં હાજર રહ્યા છે.

દિલીપ ઘોષે મંત્રી પદના શપથ લીધા
સુવેન્દુ અધિકારી બાદ દિલીપ ઘોષે મંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ દિલીપ ઘોષે પીએમ મોદી અને તમામ નેતાઓના આશીર્વાદ લીધા હતા.

અગ્નિમિત્રા પોલે મંત્રી પદના શપથ લીધા
અગ્નિમિત્રા પોલે દિગ્ગજ બીજેપી નેતાઓની હાજરીમાં શપથ ગ્રહણ કર્યા છે. ફેશન ડિઝાઇનરથી નેતા બનેલી અગ્નિમિત્રા આસનસોલ દક્ષિણમાંથી ધારાસભ્ય છે. તેઓ બંગાળમાં એક મજબૂત ચહેરો માનવામાં આવે છે. રાજ્યપાલે તેમને મંત્રી પદના શપથ લેવડાવ્યા છે.

અશોક કીર્તનિયાએ પણ શપથ લીધા
બનગાંવ ઉત્તરથી ધારાસભ્ય બનેલા અશોક કીર્તનિયાએ પણ શપથ લીધા છે. તેઓ સતત બીજીવાર ધારાસભ્ય બન્યા છે અને મતુઆ સમુદાયના કલ્યાણ માટે હંમેશા સક્રિય રહ્યા છે.

ખુદીરામ ટુડૂએ લીધા શપથ
રાનીબાંધ બેઠકથી ધારાસભ્ય ખુદીરામ ટુડૂએ મંત્રી પદના શપથ લીધા છે. તેઓ પશ્ચિમ બંગાળ ભાજપનો આદિવાસી ચહેરો છે. ખુદારામ સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

નિશિથ પ્રમાણિક
માથાભાંગા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા નિશિથ પ્રમાણિકે મંત્રી પદના શપથ લીધા છે. ઉલ્લેખનીય છે કે, તેઓ કૂચબિહાર લોકસભા બેઠક પરથી તેમણે તૃણમૂલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને સાંસદ રહી ચૂક્યા છે અને કેન્દ્રીય રાજ્યમંત્રીનું પદ પણ સંભાળ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.