Get News Alerts

Never miss breaking news updates.

સુરતના કામરેજમાંથી 11 વર્ષીય બાળક ગુમ, પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાંથી 11 વર્ષીય બાળક રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં ચકચાર મચી ગઈ છે. નેહલ કમલેશ રામબસન બિંદ નામનો બાળક અચાનક લાપતા થઈ જતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસે અપહરણની આશંકાના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી CCTV ફૂટેજના આધારે બાળકની શોધખોળ તેજ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 Jun 2026 12:51 PM IST
સુરતના કામરેજમાંથી 11 વર્ષીય બાળક ગુમ, પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોડાઈસુરતના કામરેજમાંથી 11 વર્ષીય બાળક ગુમ, પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ

સુરત: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાંથી 11 વર્ષીય બાળક રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પરિવારજનોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. ગુમ થયેલા બાળકની ઓળખ નેહલ કમલેશ રામબસન બિંદ તરીકે થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નેહલ અચાનક ગુમ થઈ જતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે બાળકનો કોઈ પત્તો ન લાગતાં સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી.

બાળકના પરિવારજનોએ કામરેજ પોલીસ મથકે બાળકના અપહરણની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત જિલ્લા પોલીસે અલગ-અલગ ટીમોની રચના કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને બાળક સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે બાળક અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ હેલ્પલાઈનનો સંપર્ક કરે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.