યુદ્ધને કારણે ભારતનું શેરમાર્કેટ ધડામ... 1 મહિનામાં 51 લાખ કરોડ ડૂબ્યાં!



ફાઇલ તસવીર
યુદ્ધને કારણે ભારતનું શેરમાર્કેટ ધડામ... 1 મહિનામાં 51 લાખ કરોડ ડૂબ્યાં!



ફાઇલ તસવીર
Sharemarket loss: યુદ્ધ લંબાઈ રહ્યું છે અને શેરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે. યુદ્ધ એક મહિના પહેલાં શરૂ થયું હતું; કોઈને અંદાજ નહોતો કે તે આટલો લાંબો સમય ચાલશે. પરંતુ હવે સમય જતાં યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. યુદ્ધે, મુખ્યત્વે ક્રૂડ તેલ અને ગેસના પુરવઠાને અવરોધિત કર્યો છે. ક્રૂડ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ $107 પ્રતિ બેરલની આસપાસ છે.
યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજારોને સૌથી વધુ નુકસાન થયું છે. ભારતીય શેરબજારને પણ ભારે ફટકો પડ્યો છે. ગયા મહિને માર્ચમાં યુદ્ધને કારણે BSEનું માર્કેટ કેપ ₹51 લાખ કરોડથી વધુ ઘટ્યું છે, જેના કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. ઉદાહરણ તરીકે, ગયા મહિને BSEનું માર્કેટ કેપ RIL જેવી ત્રણ કંપનીઓ જેટલું ઘટ્યું છે.
સેન્સેક્સ 10,000 તૂટ્યો
હકીકતમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી સેન્સેક્સ 12 ટકાથી વધુ (લગભગ 10,000 પોઈન્ટ) ઘટ્યો છે. જ્યારે નિફ્ટી 22,500થી નીચે આવી ગયો છે, જે ચિંતાનું કારણ છે. આ ઘટાડાને કારણે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ફેબ્રુઆરીમાં આશરે 463 લાખ કરોડથી ઘટીને હવે ₹412 લાખ કરોડ થઈ ગયું છે. આનો અર્થ એ થાય કે માત્ર એક મહિનામાં આશરે ₹51 લાખ કરોડનું નુકસાન થયું છે. આ ઘટાડો ક્યારે બંધ થશે તે કોઈને ખબર નથી.
યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેના કારણે ભારત જેવા મુખ્ય આયાતકારો પર દબાણ આવ્યું છે. તેલના ઊંચા ભાવ કંપનીઓના ખર્ચમાં વધારો કરે છે અને નફામાં ઘટાડો કરે છે, જેની સીધી અસર શેરબજાર પર પડે છે.
વિદેશી રોકાણકારો દ્વારા વેચાણથી મુશ્કેલી વધી
વધુમાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છ. વિદેશી રોકાણકારો (FII) ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે, જેના કારણે વેચવાલીનો દોર વધુ તીવ્ર બન્યો છે. રૂપિયામાં પણ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જે સોમવારે પ્રતિ ડોલર 94.50ના સ્તરને પાર કરી ગયો છે.
બજારમાં ઘટાડો ફક્ત લાર્જ-કેપ શેરો પૂરતો મર્યાદિત ન હતો; મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બેંકિંગ, ઓટો અને કન્ઝ્યુમર ગુડ્સ જેવા મુખ્ય ક્ષેત્રોને પણ ગંભીર અસર થઈ છે. ઇતિહાસ દર્શાવે છે કે, આવા વૈશ્વિક કટોકટી દરમિયાન બજારો ઘણીવાર ઘટતા રહે છે, પરંતુ સમય જતાં તે ઘણીવાર સુધરતા રહે છે. તેથી રોકાણકારો માટે ધીરજ રાખવી અને ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું એ સમજદારીભર્યું છે.
યુદ્ધના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે, યુદ્ધ પહેલાં જ તેમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. જો કે, યુદ્ધ હવે ફુગાવામાં વધારો થવાનો ભય ઉભો કરે છે, જેના કારણે સોના અને યાંદીના ભાવમાં ઘટાડો થશે.




