હિંમતનગર નજીક જસવંતગઢ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત, 6ના મોત



હિંમતનગર નજીક જસવંતગઢ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત, 6ના મોત



Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા જસવંતગઢ પાટિયા પાસે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, એક મિનિબસે પાછળથી કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કારમાં સવાર લોકોને ભારે ઈજા પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે છ લોકોનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથક શોકમગ્ન બન્યો છે.




