પ્રગતિ પથ યાત્રા અંતર્ગત આગેવાનોનો અમદાવાદ મેટ્રોનો પ્રવાસ



પ્રગતિ પથ યાત્રા અંતર્ગત આગેવાનોનો અમદાવાદ મેટ્રોનો પ્રવાસ



અમદાવાદ: વિકાસની નવી દિશા તરફ એક સકારાત્મક પગલા રૂપે ‘પ્રગતિ પથ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી Rushikesh Patel, રાજ્ય મંત્રી Darshna Vaghela, શહેર પ્રમુખ Prerak Shah, મેયર Hitesh Barot સહિતના આગેવાનોએ અમદાવાદ મેટ્રોની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે આગેવાનોએ અમદાવાદ મેટ્રોની આધુનિક સુવિધાઓ, વ્યવસ્થાઓ અને મુસાફરોને આપવામાં આવતી સેવાઓની માહિતી મેળવી હતી. શહેરના નાગરિકો માટે અમદાવાદ મેટ્રો આજે ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી પરિવહનનું અસરકારક માધ્યમ બની છે.
મેટ્રો પ્રોજેક્ટ દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થવા ઉપરાંત નાગરિકોને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળ્યો છે. આધુનિક ટેક્નોલોજી અને સુઆયોજિત વ્યવસ્થાઓથી સજ્જ અમદાવાદ મેટ્રો વિકસિત અમદાવાદના સંકલ્પને વધુ મજબૂત બનાવી રહી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.




