પીએમ મોદી આજે જીંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને બતાવશે લીલી ઝંડી, સ્વચ્છ રેલ પરિવહનમાં ભારતનું ઐતિહાસિક પગલું

ભારત સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી પરિવહનની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે હરિયાણાના જીંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ સાથે ભારત એવા પસંદગીના દેશોમાં સામેલ થશે, જે હાઇડ્રોજન આધારિત રેલ પરિવહનના વિકાસ અને ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે.
Growth Now News
Growth Now News
પીએમ મોદી આજે જીંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને બતાવશે લીલી ઝંડી, સ્વચ્છ રેલ પરિવહનમાં ભારતનું ઐતિહાસિક પગલુંપીએમ મોદી આજે જીંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને બતાવશે લીલી ઝંડી, સ્વચ્છ રેલ પરિવહનમાં ભારતનું ઐતિહાસિક પગલું

ભારત સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી પરિવહનની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે હરિયાણાના જીંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ સાથે ભારત એવા પસંદગીના દેશોમાં સામેલ થશે, જે હાઇડ્રોજન આધારિત રેલ પરિવહનના વિકાસ અને ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે.

ભારતીય રેલવે દ્વારા જીંદ-સોનીપત રૂટને આ પ્રોજેક્ટ માટે પાયલોટ રૂટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટ્રેનના સંચાલન માટે જીંદ ખાતે સ્વદેશી હાઇડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુઅલિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોસિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO) દ્વારા કમ્પ્રેસ્ડ હાઇડ્રોજન ગેસના સંગ્રહ અને વિતરણ માટે જરૂરી મંજૂરી પણ આપવામાં આવી છે.

હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી વીજળી ઉત્પન્ન થાય છે અને તેના પરિણામે માત્ર પાણીની વરાળ જ બહાર પડે છે. તેથી આ ટેકનોલોજીને પરંપરાગત જીવાશ્મ ઇંધણની સરખામણીએ વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી વિકલ્પ માનવામાં આવે છે. ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર આ પહેલ દેશના નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન અને ગ્રીન એનર્જી લક્ષ્યોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ સાથે ભારત જર્મની, જાપાન, ચીન અને અમેરિકા જેવા દેશોની હરોળમાં સામેલ થશે, જ્યાં હાઇડ્રોજન આધારિત રેલ સિસ્ટમના વિકાસ અને પરીક્ષણ પર કાર્ય થઈ રહ્યું છે. ઉપરાંત વડાપ્રધાન મોદી મધ્ય પ્રદેશના ટીકમગઢ રેલવે સ્ટેશનનું 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ પુનર્વિકસિત સ્વરૂપે વર્ચ્યુઅલ લોકાર્પણ પણ કરશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહેશે.