ભારત સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી પરિવહનની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે હરિયાણાના જીંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ સાથે ભારત એવા પસંદગીના દેશોમાં સામેલ થશે, જે હાઇડ્રોજન આધારિત રેલ પરિવહનના વિકાસ અને ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે.