ફોટો ગેલેરી

Virat Kohli: વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ

Virat Kohli: વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં 74 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી અને તેની સાથે તેને ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા.
Nancy Shukla
1 / 5
Gallery Image 1

વિરાટ કોહલીએ ઓકલેન્ડ વનડેમાં 74 રનની ધમાકેદાર ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેને અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પણ હાંસલ કરી હતી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ એવી સિદ્ધિ મેળવી છે જે વિશ્વ ક્રિકેટમાં કોઈ અન્ય ખેલાડી હાંસલ કરી શક્યો નથી.

2 / 5
Gallery Image 2

સેના દેશો (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) માં વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જેની ODI માં એવરેજ 50થી વધુ છે. સાઉથ આફ્રિકામાં તેની ODI એવરેજ 76.38 છે. ઈંગ્લેન્ડમાં તેની ODI એવરેજ 51.48 છે. ઓસ્ટ્રેલિયામાં તેની એવરેજ 50.03 છે, અને હવે ન્યુઝીલેન્ડમાં તેની ODI એવરેજ 51.53 છે.

3 / 5
Gallery Image 3

વિરાટ કોહલી સેના દેશમાં સૌથી વધુ 50 થી વધુ સ્કોર કરનાર ખેલાડી પણ છે. તેને ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં 78 વખત 50 થી વધુ સ્કોર બનાવ્યા છે.

4 / 5
Gallery Image 4

વિરાટ કોહલી હવે સેના દેશો સામે સૌથી વધુ 50 થી વધુ સ્કોર કરવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે. તેને આ સિદ્ધિ 134 વખત હાંસલ કરી છે, જેમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.

5 / 5
Gallery Image 5

તમને જણાવી દઈએ કે ટેસ્ટ નિવૃત્તિ પછી, વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. ટેસ્ટ નિવૃત્તિ પછી તેને 16 વનડે રમી છે, જેમાં 77.07 ની એવરેજથી 1002 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.