વડોદરાના ડભોઇમાં પોલીસનો સપાટો, દેશી-વિદેશી દારૂ શોધવા સરપ્રાઇઝ ચેકિંગ

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે. ગેરકાયદે દારૂના વેચાણ અને દેશી દારૂની ભઠ્ઠીઓ સામે કાર્યવાહી કરવા ગુજરાત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા રૂરલના ડભોઇમાં પણ પોલીસે એક્શન મોડમાં આવી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
Vivek Shah
Vivek Shah
1 / 5
Gallery Image 1

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે

2 / 5
Gallery Image 2

ખાસ કરીને નદી કિનારા અને આસપાસના એવા વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં બુટલેગરો દ્વારા ગેરકાયદે રીતે દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની માહિતી મળી હતી

3 / 5
Gallery Image 3

ડભોઇ પોલીસ દ્વારા વેગા ગામની સીમ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ કરવામાં આવ્યું

4 / 5
Gallery Image 4

ડભોઇ પોલીસ દ્વારા અગાઉ પણ વિવિધ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢીને તેનો નાશ કરવામાં આવ્યો છે

5 / 5
Gallery Image 5

ડભોઇ પોલીસના આ સરપ્રાઇઝ ચેકિંગને પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસની ટીમો દ્વારા નદી કિનારા સહિતના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ પણ આ કાર્યવાહીથી આપવામાં આવ્યો છે

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે