વડનગર શ્રાવણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર, ત્રણ રવિવારે 38 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

Vadnagar Shravanotsav 2026: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઐતિહાસિક વડનગરના શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ને પ્રવાસીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. શ્રાવણ માસના ત્રણ રવિવારે અત્યાર સુધીમાં 38,119 પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લીધી છે. ભક્તિ, સંગીત અને સંસ્કૃતિના સમન્વય સમાન આ મહોત્સવમાં શિવ આરાધના ઉપરાંત નૃત્ય, શાસ્ત્રીય સંગીત, ભજનો, હુડો રાસ અને આકર્ષક લાઇટિંગ-લેસર શો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યા છે.
Rupin Bakraniya
Rupin Bakraniya
1 / 7
Gallery Image 1

શ્રાવણોત્સવના પ્રથમ રવિવાર 16 ઓગસ્ટે 10,427, બીજા રવિવાર 23 ઓગસ્ટે 13,644 અને ત્રીજા રવિવાર 30 ઓગસ્ટે 14,048 પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લીધી હતી. આમ, ત્રણેય રવિવારે કુલ 38,119 પ્રવાસીઓ વડનગર પહોંચ્યા હતા. સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ પ્રવાસીઓની મોટી હાજરી જોવા મળી હતી. ત્રણેય દિવસ દરમિયાન કુલ 10,208 પ્રવાસીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો.

2 / 7
Gallery Image 2

16 ઓગસ્ટના પ્રથમ કાર્યક્રમમાં ગણેશ વંદના સાથે શરૂઆત થઈ હતી. ત્યારબાદ શિવ તાંડવ, શિવ પંચાક્ષર સ્તોત્રમ, શંખ-ઘંટનાદ, વૈદિક રુદ્રપાઠ, શિવ કથા અને શિવ ભજનોની રજૂઆત કરવામાં આવી હતી.

3 / 7
Gallery Image 3

23 ઓગસ્ટના બીજા કાર્યક્રમમાં ગણેશ વંદના નૃત્ય, સિતાર અને વાંસળીની પ્રસ્તુતિ, ક્લાસિકલ પર્ફોર્મન્સ, ‘ભૂ શંભુ’ કાર્યક્રમ, શિવ આરતી તેમજ શિવ સંગીત આધારિત વિવિધ રજૂઆતો યોજાઈ હતી.

4 / 7
Gallery Image 4

30 ઓગસ્ટના ત્રીજા રવિવારે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ વડનગરના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવ અને શહેરના ઐતિહાસિક મહત્વને રજૂ કરવામાં આવ્યું હતું. શિવ સ્તુતિ, શિવ તાંડવ, ઓમકાર નાદ અને શાસ્ત્રીય સંગીતની સાથે તરણેતરના મેળાના હુડો રાસની રજૂઆતે પણ ઉપસ્થિત પ્રવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું. શિવ ભજનો અને ગીતોએ વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

5 / 7
Gallery Image 5

શર્મિષ્ઠા તળાવના પરિસરમાં કરવામાં આવેલું આકર્ષક લાઇટિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ શ્રાવણોત્સવનું વિશેષ આકર્ષણ બની રહ્યું છે. સાંજના સમયે લાઇટિંગ અને લેસર શોના કારણે ઐતિહાસિક પરિસરને ભવ્ય અને મનમોહક દૃશ્ય મળ્યું છે.

6 / 7
Gallery Image 6

‘વડનગર શ્રાવણોત્સવ’ અંતર્ગત 6 સપ્ટેમ્બર, 2026ના રોજ અંતિમ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં શિવભક્તિ અને સાંસ્કૃતિક વારસાને અનુરૂપ વિવિધ કાર્યક્રમો સાથે લાઇટિંગ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીના કાર્યક્રમોને મળેલા પ્રતિસાદને જોતા અંતિમ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શિવભક્તો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે. ગુજરાત પ્રવાસન દ્વારા પ્રવાસીઓ અને શિવભક્તોને અંતિમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

7 / 7
Gallery Image 7

શ્રાવણોત્સવની મુલાકાત દરમિયાન પ્રવાસીઓ વડનગરના ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળોની પણ મુલાકાત લઈ શકે છે. જેમાં હાટકેશ્વર મહાદેવ મંદિર, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ અને તાના-રીરીની સમાધિ સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. આ રીતે ‘વડનગર શ્રાવણોત્સવ’ પ્રવાસીઓને ભક્તિ, સંગીત અને સંસ્કૃતિ સાથે વડનગરની સમૃદ્ધ ઐતિહાસિક વિરાસતનો અનુભવ પણ કરાવી રહ્યો છે.

AUTHOR
Rupin Bakraniya

Rupin Bakraniya

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]