ફોટો ગેલેરી

All India Police Badminton: All India Police Badminton: અમદાવાદમાં રાજ્ય પોલીસ વડા જી.આઈ મલિકના અધ્યક્ષસ્થાને યોજાયો ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ

All India Police Badminton: અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો ભવ્ય પ્રારંભ થયો છે.
Kunjan Shukal
Kunjan Shukal
1 / 6
Gallery Image 1

ગુજરાત પોલીસની યજમાનીમાં યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું ઉદ્ઘાટન રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

2 / 6
Gallery Image 2

આ સ્પર્ધામાં 10 કેન્દ્રીય પોલીસ સંગઠનો, 24 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 38 ટીમો ભાગ લઈ રહી છે. બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ સ્પર્ધાઓમાં કુલ 1,152 ખેલાડીઓ પોતાની રમતગમત પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે. જેમાં 890 પુરુષ અને 272 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

3 / 6
Gallery Image 3

ઉદ્ઘાટન સમારોહમાં રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે, પોલીસ દળો વચ્ચે સંકલન, ટીમ ભાવના અને ઉત્સાહ વધારવા માટે આવી સ્પર્ધાઓ મહત્વપૂર્ણ છે. દેશભરના પોલીસ દળોની સહભાગિતા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની વિભાવનાને જીવંત કરે છે. તણાવપૂર્ણ પોલીસ ફરજ વચ્ચે રમતગમત માત્ર મનોરંજન નહીં, પરંતુ શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે અનિવાર્ય આવશ્યકતા છે.

4 / 6
Gallery Image 4

તેમણે ખેલાડીઓને પોતાના રાજ્ય અને દળનું ગૌરવ વધારવા પૂરા ઉત્સાહથી રમવા, અનુશાસન જાળવવા અને અમ્પાયરના નિર્ણયોનું સન્માન કરવા અપીલ કરી હતી. રમતગમતથી ધીરજ, આત્મવિશ્વાસ, યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા અને ટીમ ભાવના વિકસે છે, જે પોલીસની ફરજમાં પણ ઉપયોગી બને છે.

5 / 6
Gallery Image 5

સમારોહ દરમિયાન ફ્લેગ હોસ્ટિંગ, ખેલદિલીના શપથ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક પોલીસ મહાનિદેશક પિયુષ પટેલે સ્પર્ધાની રૂપરેખા રજૂ કરી હતી.

6 / 6
Gallery Image 6

આ ટૂર્નામેન્ટ 19થી 24 નવેમ્બર દરમિયાન યોજાશે. જેમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યો અને CRPF, CISF, BSF, NDRF તથા અન્ય કેન્દ્રીય પોલીસ સંગઠનોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

AUTHOR
Kunjan Shukal

Kunjan Shukal

Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.