Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Surat News: ભાગળમાં વાજતે-ગાજતે નીકળી અંબાજી માતાજીની 58મી રથયાત્રા, દર્શન માટે ઉમટ્યા ભક્તો

Surat News: સુરત શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે ભાગળ ખાતે આવેલા અંબાજી મંદિર દ્વારા માતાજીની 58મી રથયાત્રા ભવ્ય રીતે કાઢવામાં આવી હતી.
Kunjan ShuklaUpdated on: 21 Oct 2026 06:52 PM IST
1 / 5
Gallery Image 1

વર્ષમાં એક જ વાર માતાજી ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા તેમના ઘરઆંગણે પહોંચે છે. આ વિશેષ દિવસની ભક્તો આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે.

2 / 5
Gallery Image 2

માતાજીની રથયાત્રાના આગમનને લઈને સુરતના વિવિધ વિસ્તારોમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરી હતી. શેરીએ શેરીએ રંગોળી પૂરવામાં આવી હતી અને માર્ગો પર ફૂલો પાથરી માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તા પર ઉમટી પડ્યા હતા.

3 / 5
Gallery Image 3

ભાગળ ખાતે આવેલા અંબાજી મંદિરથી શરૂ થયેલી રથયાત્રા ભાગળ વિસ્તાર થઈ મહિધરપુરા અને ગોપીપુરા સહિતના વિસ્તારોમાં ફરી હતી. નિર્ધારિત માર્ગો પર ભ્રમણ કર્યા બાદ રાત્રિના સમયે રથયાત્રા ફરીથી માતાજીના નિજ મંદિરે પરત ફરશે.

4 / 5
Gallery Image 4

વર્ષમાં એક જ વાર માતાજી ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા નીકળતાં હોવાથી આ યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. ભક્તો માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને પરિવારની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.

5 / 5
Gallery Image 5

આ ભવ્ય રથયાત્રામાં સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટરો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સુરતની આ પરંપરાગત રથયાત્રા ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક બની રહી છે. માતાજીના દર્શન માટે ભક્તોમાં જોવા મળેલો ઉત્સાહ આ યાત્રાના વિશેષ મહત્ત્વને દર્શાવે છે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.