Get News Alerts

Never miss breaking news updates.

Gujarat Cabinet Decisions: કેબિનેટની બેઠકમાં લેવાયા 3 મહત્વના નિર્ણય, 3 લાખથી વધુ પરિવારોને મળશે સીધો લાભ

Gujarat Cabinet Decisions: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત કેબિનેટની બેઠકમાં રાજ્યના આર્થિક વિકાસ, સૌર ઊર્જાને પ્રોત્સાહન અને ગ્રામસેવકોના હિતને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
Kunjan ShuklaUpdated on: 21 Oct 2026 07:21 PM IST
Gujarat Cabinet Decisions: કેબિનેટની બેઠકમાં લેવાયા 3 મહત્વના નિર્ણય, 3 લાખથી વધુ પરિવારોને મળશે સીધો લાભGujarat Cabinet Decisions: કેબિનેટની બેઠકમાં લેવાયા 3 મહત્વના નિર્ણય, 3 લાખથી વધુ પરિવારોને મળશે સીધો લાભ

Gujarat Cabinet Decisions

Gujarat Cabinet Decisions: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત કેબિનેટની બેઠકમાં રાજ્યના આર્થિક વિકાસ, સૌર ઊર્જાને પ્રોત્સાહન અને ગ્રામસેવકોના હિતને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. GST આવકમાં નોંધપાત્ર વધારો, રૂફટોપ સોલાર માટે વધારાની સબસિડી અને ગ્રામસેવકોના પ્રવાસ ભથ્થામાં વધારો સહિતના નિર્ણયોથી વિવિધ વર્ગોને લાભ મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત શ્રમિકો માટે વધુ અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

GST આવકમાં 35 ટકાનો વધારો

ગુજરાતની GST આવકમાં ગત વર્ષની સરખામણીએ 35 ટકાનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર 2026માં રાજ્યને ₹8,167 કરોડની GST આવક થઈ હતી, જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં આ આવક ₹6,050 કરોડ હતી. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યની કુલ GST આવક ₹49,858 કરોડે પહોંચી છે. આ આંકડા રાજ્યની કર આવકમાં થયેલી વૃદ્ધિ દર્શાવે છે.

રૂફટોપ સોલાર માટે ₹1,000 કરોડની સબસિડી

રાજ્ય સરકાર દ્વારા રૂફટોપ સોલાર યોજનાને પ્રોત્સાહન આપવા અંદાજે ₹1,000 કરોડની વધારાની સબસિડી આપવામાં આવશે. આ યોજનાથી ત્રણ લાખથી વધુ પરિવારોને સીધો લાભ મળવાની શક્યતા છે. સબસિડીની વ્યવસ્થા હેઠળ સામાન્ય વર્ગના લાભાર્થીઓએ 10 ટકા અને અનુસૂચિત જાતિ-જનજાતિના લાભાર્થીઓએ માત્ર 5 ટકા ફાળો આપવાનો રહેશે. આ પહેલથી ઘરોમાં સૌર ઊર્જાનો ઉપયોગ વધારવામાં મદદ મળશે. કૃષિ વિભાગમાં કાર્યરત આશરે 2,900 ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹1,850 મળતા હતા, જે વધારીને હવે ₹2,700 કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી ગ્રામસેવકોને રાહત મળશે.

શ્રમિકો માટે વધુ અન્નપૂર્ણા કેન્દ્રો

મુખ્યમંત્રીએ રાજ્યમાં જરૂરિયાત મુજબ નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવા સૂચના આપી છે. આ કેન્દ્રો દ્વારા શ્રમિકોને રાહતદરે ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને વધુ વેગ મળશે. કેબિનેટના આ નિર્ણયો રાજ્યની આવક, સ્વચ્છ ઊર્જા, કૃષિ સેવાઓ અને શ્રમિક કલ્યાણને લગતા વિવિધ ક્ષેત્રો માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો: Kutch News: કચ્છમાં ઘોરાડ સંરક્ષણને મોટી સફળતા, જમ્પ સ્ટાર્ટ ટેકનિકથી જન્મેલું બચ્ચું નર હોવાનું સામે આવ્યું

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.