Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

PM મોદીના જન્મદિવસ નિમિત્તે અનોખો સેવાસંકલ્પ, 76 મહિલાઓને 76 ગીર ગૌમાતાનું ગૌદાન

આ ગૌ અર્પણ કાર્યક્રમ અમદાવાદના વીંઝોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાવાનો છે. ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ્સ પર ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 16 Sep 2026 02:14 PM IST
1 / 6
Gallery Image 1

“સેવાનો સંકલ્પ જ્યારે સંસ્કારો સાથે જોડાય છે, ત્યારે એક નાનકડો પ્રયાસ પણ અનેક પરિવારોના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે”.આ ભાવનાને સાકાર કરતાં સીતાવન ગીર ગૌશાળા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની ૭૬ જરૂરિયાતમંદ મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગૌમાતાનું નિઃશુલ્ક ગૌદાન કરવાનો વિશેષ સેવાસંકલ્પ લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના વીંઝોલ ખાતે આવતીકાલે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

2 / 6
Gallery Image 2

આ માટે સીતાવન ગીર ગૌશાળા પરિવાર દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ ગુજરાતના વિવિધ વિસ્તારો અને ગામડાઓમાં જઈને સંભવિત લાભાર્થી પરિવારો સાથે સંપર્ક કર્યો હતો. લાભાર્થી મહિલાઓની પસંદગી દરમિયાન તેમના પરિવારની આર્થિક સ્થિતિ, જરૂરિયાત, પશુપાલન માટે ઉપલબ્ધ વ્યવસ્થા તેમજ ગૌમાતાની યોગ્ય સંભાળ રાખવાની ક્ષમતા જેવા વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

3 / 6
Gallery Image 3

આ પહેલનો ઉદ્દેશ માત્ર ગૌમાતાનું દાન કરવાનો નથી. ગૌસેવા સાથે આદિવાસી, બીપીએલ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને સ્વરોજગાર અને સ્થાયી આવકનું સાધન મળી રહે તથા તેઓ આત્મનિર્ભર બને તે આ પહેલનો મુખ્ય હેતુ છે.

4 / 6
Gallery Image 4

ગૌશાળા દ્વારા ગૌમાતાની પસંદગી માટે પણ વિશેષ ટીમ કાર્યરત કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ જઈને ગૌમાતાની તંદુરસ્તી, ઉંમર, સ્વભાવ, દૂધ આપવાની ક્ષમતા તથા સમગ્ર પશુ આરોગ્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. યોગ્ય ગૌમાતાની પસંદગી બાદ જરૂરી પશુચિકિત્સકીય તપાસ, આરોગ્ય પ્રમાણપત્ર, રસીકરણ તથા સંબંધિત દસ્તાવેજીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

5 / 6
Gallery Image 5

આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે દરેક લાભાર્થી પરિવારને યોગ્ય, સ્વસ્થ અને સંભાળ માટે અનુકૂળ ગીર ગૌમાતા મળે. ગૌમાતા સાથે જરૂરી સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, લાભાર્થી મહિલાઓને માત્ર ગૌમાતા જ નહીં, પરંતુ તેમની યોગ્ય સંભાળ માટે જરૂરી સહાય પણ આપવામાં આવશે. ગૌમાતા સાથે પશુ આહાર, મિનરલ મિશ્રણ, આરોગ્ય પ્રમાણપત્ર, રસીકરણની વિગતો તથા જરૂરી દસ્તાવેજોની વ્યવસ્થા કરવામાં આવી છે.

6 / 6
Gallery Image 6

સીતાવન ગીર ગૌશાળા પરિવારનો સેવાભાવ ગૌદાન સાથે પૂર્ણ થવાનો નથી. તમામ 76 લાભાર્થી પરિવારોને સમયાંતરે પશુચિકિત્સકીય સહાય, ગૌમાતાના સ્વાસ્થ્ય અને પોષણ અંગે માર્ગદર્શન, પશુ આહાર તથા સંભાળ અંગે જરૂરી માહિતી તેમજ દૂધ ઉત્પાદન અને પશુપાલન વ્યવસ્થાપન અંગે સહયોગ આપવામાં આવશે.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે