Get News Alerts

Never miss breaking news updates.

Navsariના વાંસદામાં દીપડાના હુમલામાં મોતને ભેટેલા 3 વર્ષીય આરવની અંતિમયાત્રા, પરિવારને ₹10 લાખની સહાય

વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામના કુંભાર ફળિયામાં દીપડાના હુમલામાં 3 વર્ષીય માસૂમ બાળક આરવકુમાર અરુણભાઈ પટેલનું દુઃખદ મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. બાળકની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
R Gajjar
R GajjarUpdated on: 06 Oct 2026 05:58 PM IST
1 / 5
Gallery Image 1

આરવના પિતા અરુણ પટેલ તામિલનાડુમાં નોકરી કરતા હતા. પુત્રના મોતના સમાચાર મળતા તેઓ વતન પહોંચ્યા હતા. પિતા વતન પહોંચ્યા બાદ લાડકવાયા પુત્ર આરવની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. કરુણ દૃશ્યો વચ્ચે પરિવારજનો અને ગ્રામજનો દ્વારા આરવને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

2 / 5
Gallery Image 2

વલસાડના સાંસદ ધવલ પટેલ પણ આરવની અંતિમયાત્રામાં જોડાયા હતા. પોતાના સગા કાકાની અંતિમ ક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓ આરવના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. પોતાના ઘરમાં શોકનો પ્રસંગ હોવા છતાં લોકસભા વિસ્તારમાં નેતૃત્વનું ઋણ અદા કરવા માટે તેઓ અંતિમયાત્રામાં જોડાયા હતા.

3 / 5
Gallery Image 3

દીપડાના હુમલામાં માસૂમ આરવના મોત બાદ વન વિભાગ દ્વારા પરિવારને ₹10 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. સાંસદ ધવલ પટેલના હસ્તે મૃતક આરવના પરિવારજનોને ₹10 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

4 / 5
Gallery Image 4

સાંસદ ધવલ પટેલે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આ અત્યંત કપરા સમયમાં પરિવાર સાથે ઊભા રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે દિવંગત માસૂમ આત્માને શાંતિ મળે અને પરિવારને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

5 / 5
Gallery Image 5

વાંસદા પંથકમાં દીપડાના હુમલામાં માસૂમ બાળકના મોતથી લોકોમાં ભારે દુઃખ અને ચિંતા જોવા મળી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]