ફોટો ગેલેરી

Maitri Maniar: નવસારીની મૈત્રી મણિયારની ભારતીય અંડર-19 વિમેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી

Maitri Maniar: નવસારીની મૈત્રી મણિયારની UAEમાં યોજાનારા ACC U-19 વિમેન્સ એશિયા કપ માટે ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે.
Nancy Shukal
Nancy Shukal
1 / 5
Gallery Image 1

નવસારીની ઉભરતી ક્રિકેટર મૈત્રી મણિયારે રમતગમત ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. UAEમાં યોજાનારા પ્રતિષ્ઠિત ACC U19 વિમેન્સ એશિયા કપ માટે BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી ભારતીય અંડર-19 વિમેન્સ ક્રિકેટ ટીમમાં મૈત્રીની પસંદગી થઈ છે. આ સિદ્ધિથી નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રમતગમત જગતમાં ખુશીની લાગણી છવાઈ છે.

2 / 5
Gallery Image 2

મૈત્રી મણિયારે નવસારીના ઈટાળવા ખાતે આવેલી અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડમીમાં કોચ કાંતિસરના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની તાલીમ મેળવી છે. તેણે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) તરફથી U-15, U-17, U-19 અને U-23 જેવી વિવિધ સ્પર્ધાઓમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું.

3 / 5
Gallery Image 3

આ ઉપરાંત, બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાયેલા હાઈ પર્ફોર્મન્સ કેમ્પમાં પણ મૈત્રીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની મહેનત અને સતત સારા પ્રદર્શનના પરિણામે તેને ભારતીય અંડર-19 વિમેન્સ ટીમમાં સ્થાન મળ્યું છે.

4 / 5
Gallery Image 4

હવે નવસારીની આ દીકરી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા સજ્જ છે. મૈત્રી મણિયારની આ સિદ્ધિથી તેના પરિવાર, કોચ અને ક્રિકેટપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

5 / 5
Gallery Image 5

અંડર-19 વિમેન્સ એશિયા કપ માટે ભારતની 15 સભ્યોની ટીમ - ભાવિકા અહીરે (કેપ્ટન અને વિકેટકીપર), અનાદિ તાગડે (વાઈસ કેપ્ટન), ઈરા જાધવ, નિધિ મહતો, પૂર્વા સિવાચ, મહેક નરવાસે, મૈત્રી મનિયાર, ઈશ્વરી અવસરે, દીયા યાદવ, શ્રેયા એસ. ચવ્હાણ (વિકેટકીપર), સમૈરા રાઘવ, કુમારી પલક, ઉમા કાશવી, અચસા પરમાર, પલક સિંહ.

AUTHOR
Nancy Shukal

Nancy Shukal

Nancy Shukal is a digital journalist with experience since 2022, specializing in sports journalism and content creation. She currently works as Chief Sub Editor at Growth Now News, where she oversees news content and editorial quality. With a strong passion for sports, she focuses on delivering accurate, engaging, and timely sports coverage.