T20I ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર લેફ્ટ ફાસ્ટ બોલર

બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાન T20I ક્રિકેટમાં લેફ્ટ ફાસ્ટ બોલર્સમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. મુસ્તફિઝુરએ 130 T20I મેચમાં 129 ઈનિંગમાં 21.14 ની એવરેજ સાથે 169 વિકેટ લીધી છે. તેને 2 વાર 5 વિકેટ પણ લીધી છે.

આ લિસ્ટમાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ બીજા નંબરે છે. અર્શદીપે 100 મેચની 96 ઈનિંગમાં 145 વિકેટ લીધી છે. તેની બોલિંગ એવરેજ 20.35 છે. તેને 2 વખત 4 વિકેટ અને 1 વખત 5 વિકેટ લીધી છે.

પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી T20I ક્રિકેટમાં લેફ્ટ ફાસ્ટ બોલર્સમાં ત્રીજા નંબરે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. શાહીન શાહ આફ્રિદીએ 103 T20I મેચમાં 21.35 ની એવરેજથી 136 વિકેટ લીધી છે. તેને 3 વખત 4 વિકેટ પણ લીધી છે.

આ લિસ્ટમાં ઝિમ્બાબ્વેના રિચર્ડ નગારવા ચોથા નંબરે છે. નગારવાએ 98 T20I મેચની 96 ઈનિંગમાં 124 વિકેટ લીધી છે. તેમની બોલિંગ એવરેજ 20.79 છે. તેને 3 વખત 4 વિકેટ લીધી છે.

ઓમાનના બિલાલ ખાન T20I ક્રિકેટમાં લેફ્ટ ફાસ્ટ બોલર્સમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં પાંચમા નંબરે છે. બિલાલ ખાને 79 T20I મેચોમાં 78 ઈનિંગમાં 17.44 ની એવરેજથી 110 વિકેટ લીધી છે, જેમાં 3 વખત 4 વિકેટનો સમાવેશ થાય છે.





