Bhuvneshwar Kumarએ વાપસી બાદ હાંસલ કરી મોટી સિદ્ધિ, આ મામલે નંબર-1 બોલર બન્યો


Bhuvneshwar Kumar
Bhuvneshwar Kumarએ વાપસી બાદ હાંસલ કરી મોટી સિદ્ધિ, આ મામલે નંબર-1 બોલર બન્યો


Bhuvneshwar Kumar
Bhuvneshwar Kumar: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની પહેલી મેચ ક્રાઈસ્ટચર્ચ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જીત મેળવી હતી . મોટાભાગની નજર ભુવનેશ્વર કુમાર પર હતી, જે લાંબા સમય પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો હતો. તેને પોતાની બોલિંગથી ખાસ પ્રભાવિત કર્યો ન હતો, પરંતુ તેને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. તેને હવે T20 ઈન્ટરનેશનલ મેચમાં પૂર્ણ-સભ્ય ટીમોમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ ડોટ બોલ ફેંક્યા છે.
ભુવનેશ્વર કુમારે ટિમ સાઉથીને પાછળ છોડી દીધો
ભુવનેશ્વર કુમાર છેલ્લા કેટલાક IPL સિઝનમાં સતત પ્રદર્શનને કારણે ભારતીય ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો. તેને ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામેની અંતિમ T20I સિરીઝ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદને કારણે તે મેચ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ ભુવનેશ્વરને ન્યુઝીલેન્ડ સામે બોલિંગ કરવાની તક મળી, પરંતુ તે 4 ચાર ઓવરમાં વિકેટ લઈ શક્યો નહીં, જેમાં તેને 49 રન આપ્યા.
ભુવનેશ્વરે પાવરપ્લે દરમિયાન બે ઓવર ફેંકી, 4 ડોટ બોલ ફેંક્યા. આનાથી તેને પૂર્ણ-સમય ટીમના ખેલાડી દ્વારા T20I મેચોમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ ડોટ બોલ ફેંકવાનો રેકોર્ડ તોડવામાં મદદ મળી. આ રેકોર્ડ અગાઉ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ટિમ સાઉથીના નામે હતો, જેણે 679 ડોટ બોલ ફેંક્યા હતા. હવે ભુવનેશ્વર કુમારના નામે 680 ડોટ બોલ છે.
T20I મેચોમાં પાવરપ્લેમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનારા બોલર્સ (પૂર્ણ સભ્યોની ટીમ)
ભુવનેશ્વર કુમાર (ભારત) - 680 ડોટ બોલ
ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ) - 679 ડોટ બોલ
રિચાર્ડ નગારવા (ઝિમ્બાબ્વે) - 674 ડોટ બોલ
શાહીન આફ્રિદી (પાકિસ્તાન) – 625 ડોટ બોલ
બ્લેસિંગ મુઝારાબાની (ઝિમ્બાબ્વે) – 614 ડોટ બોલ
અર્શદીપ સિંહ (ભારત) – 576 ડોટ બોલ
જસપ્રીત બુમરાહ (ભારત) – 569 ડોટ બોલ
ભુવનેશ્વર બીજી T20Iમાં પરત ફરે તેવી અપેક્ષા
ન્યુઝીલેન્ડ સામેની પહેલી T20I બોલર તરીકે ભુવનેશ્વર કુમાર માટે અપેક્ષા મુજબ સારી રહી ન હતી, અને હવે 24 ઓક્ટોબરે ક્રાઈસ્ટચર્ચ સ્ટેડિયમ ખાતે રમાનારી બીજી T20Iમાં તે વાપસી કરે તેવી અપેક્ષા રાખી શકાય છે, કારણ કે ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓ તેની સ્વિંગ બોલિંગ માટે એકદમ યોગ્ય છે.
આ પણ વાંચો: Ind Vs NZ: જીત છતાં કેપ્ટન ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર નાખુશ, નમન ધીરના કર્યા ભરપૂર વખાણ





