Salman Khan: ટાઈટ સિક્યોરિટી વચ્ચે સલમાન ખાન પાસે દોડી આવી નાનકડી ફેન, ગળે મળીને સુપરસ્ટારે જીત્યું દિલ


Salman Khan
Salman Khan: ટાઈટ સિક્યોરિટી વચ્ચે સલમાન ખાન પાસે દોડી આવી નાનકડી ફેન, ગળે મળીને સુપરસ્ટારે જીત્યું દિલ


Salman Khan
Salman Khan: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર પોતાના ફેન્સ પ્રત્યેના પ્રેમને કારણે ચર્ચામાં આવ્યા છે. ગુરુવાર 22 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈમાં યોજાયેલી IIFA પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાનની હાજરી જોવા મળી હતી. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન એક નાનકડી બાળકી સાથેની તેમની મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બાળકી સલમાન ખાનને મળવા દોડી આવી હતી. એક્ટરે પણ તેને પ્રેમથી આવકારતાં તેની વિશને પૂરી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નાનકડી ફેનને જોઈ સલમાન ખાને લગાવી ગળે
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે સલમાન ખાન કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોતાની કારમાંથી ઉતરીને ઈવેન્ટમાં પ્રવેશી રહ્યો છે. આ દરમિયાન એક નાનકડી બાળકી તેની નજીક પહોંચે છે અને તેને ગળે મળે છે. બાળકી પોતાની સાથે સલમાન ખાનનું પોસ્ટર પણ લઈને આવી હતી, જે તે એક્ટરને બતાવે છે.
સલમાન ખાન પણ બાળકી સાથે પ્રેમથી વાતચીત કરતા અને તેને સ્નેહ આપતા જોવા મળે છે. ત્યારબાદ તે ઈવેન્ટમાં પ્રવેશ કરે છે. સુપરસ્ટાર અને તેમની નાનકડી ફેન વચ્ચેની આ સુંદર પળે સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું છે.
ફેન્સે સલમાન ખાનના કર્યા વખાણ
વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ એક્ટરના આ વ્યવહારની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે સલમાન ખાન પોતાના ફેન્સને ખાસ અનુભવ કરાવવાનું જાણે છે. ખાસ કરીને બાળકો સાથેનો તેમનો પ્રેમાળ વ્યવહાર લોકોને પસંદ આવી રહ્યો છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે સલમાન હંમેશાં પોતાના ફેન્સનું ધ્યાન રાખે છે. અન્ય એક યુઝરે બાળકો પ્રત્યેના તેમના પ્રેમની પ્રશંસા કરી હતી.
View post on Instagram
કરીના કપૂર ખાનને પણ મળ્યા સલમાન
IIFA પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક્ટ્રેસ કરીના કપૂર ખાન પણ હાજર હતી. સલમાન અને કરીના એકબીજાને પ્રેમથી ગળે મળતાં જોવા મળ્યાં હતાં. ત્યારબાદ બંનેએ ફોટોગ્રાફર્સ સામે સાથે પોઝ પણ આપ્યા હતા.
આ પ્રસંગે સલમાન બ્લેક ટી-શર્ટ, ડાર્ક બ્લેઝર અને ડિસ્ટ્રેસ્ડ જીન્સમાં જોવા મળ્યા હતા, જ્યારે કરીનાએ ઓલ-બ્લેક આઉટફિટ પહેર્યો હતો. બંને કલાકારો અગાઉ 'બોડીગાર્ડ' અને 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે.
કડક સુરક્ષા વચ્ચે ઈવેન્ટમાં પહોંચ્યો સલમાન ખાન
સલમાન ખાન કાર્યક્રમમાં ભારે સુરક્ષા વચ્ચે પહોંચ્યો હતો. તાજેતરમાં મુંબઈમાં ફાયરિંગની ઘટના અને એક્ટરને મળેલી ધમકીઓને કારણે તેની સુરક્ષા અંગે ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં નાનકડી ફેન સાથેની તેમની આ મુલાકાતે ઈવેન્ટની અન્ય ચર્ચાઓ વચ્ચે ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
આ પણ વાંચો: Kareena Kapoor અને શાહિદ કપૂર ગળે મળ્યાં, સલમાન ખાનનો સ્વેગ, IIFA ઈવેન્ટમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો





