Kanubhai Desai Visit Dang: ધવલીદોડમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ખાટલા બેઠક, ગ્રામજનો સાથે કર્યો સીધો સંવાદ


આ બેઠકમાં ગામના સ્થાનિક પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસને લઈને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ખાટલા બેઠક દરમિયાન મંત્રી કનુભાઈ દેસાઈએ આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી.

તેમણે ખાસ કરીને વનબંધુ કલ્યાણ યોજના-2 અંતર્ગત ચાલુ વર્ષે રૂપિયા 35,000 કરોડના બજેટની ફાળવણીનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજનાઓના માધ્યમથી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રસ્તા, પાણી અને અન્ય માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના સરકારના પ્રયાસો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને સૂચનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ખાટલા બેઠક પૂર્ણ થયા બાદ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો એક અલગ જ આત્મીય અંદાજ જોવા મળ્યો હતો.

તેઓ સ્થાનિક ભજન મંડળ સાથે જોડાયા હતા અને ભજનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે એક સ્થાનિક આદિવાસી પરિવારના ઘરે ભોજન પણ લીધું હતું.

મંત્રીનો આ સાદગીભર્યો અંદાજ અને ગ્રામજનો સાથેનો આત્મીય સંપર્ક પ્રવાસનું ખાસ આકર્ષણ બન્યો હતો. સરકારી યોજનાઓની માહિતી આપવાની સાથે સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાઈને તેમણે ગ્રામજનો સાથે સમય વિતાવ્યો હતો.

Kunjan Shukal
Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.




