ફોટો ગેલેરી

Junagadh Illegal Construction: જૂનાગઢમાં મહામંડલેશ્વર પર હુમલાના આરોપી શિવગિરીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું

Junagadh Illegal Construction: જૂનાગઢમાં મહામંડલેશ્વર પર હુમલાના આરોપી શિવગિરીનું ગેરકાયદે બાંધકામ તંત્રએ બુલડોઝરથી તોડી પાડ્યું. ઘરવખરી પણ કબજે કરાઈ.
Kunjan Shukal
Kunjan Shukal
1 / 5
Gallery Image 1

જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના મહામંડલેશ્વર પર જીવલેણ હુમલો કરી ફરાર થયેલા સાધુ શિવગિરી સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. 26 નવેમ્બરના રોજ મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ પાછળ શિવગિરી દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે પાકા બાંધકામને બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને તંત્રની ટીમે સ્થળ પરથી ઘરવખરી પણ કબજે કરી હતી.

2 / 5
Gallery Image 2

મળતી માહિતી મુજબ, શિવગિરીએ મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ પાછળ ગેરકાયદે બાંધકામ ઊભું કર્યું હતું. અગાઉ આ જ સ્થળે તત્કાલીન પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, કાર્યવાહી બાદ શિવગિરીએ ફરીથી તે જ સ્થળે બાંધકામ ઊભું કરી દીધું હતું. જેને પગલે આજે તંત્ર દ્વારા ફરી કાર્યવાહી કરીને બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

3 / 5
Gallery Image 3

કાર્યવાહી દરમિયાન શિવગિરીના મકાનમાં રહેલી ઘરવખરી પણ કબજે કરવામાં આવી હતી. તમામ સામાન ટ્રેક્ટરમાં ભરીને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યો હતો. પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી.

4 / 5
Gallery Image 4

ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના મહામંડલેશ્વર પર જીવલેણ હુમલાની ઘટના બની હતી. આ હુમલા બાદ આરોપી શિવગિરી ફરાર થઈ ગયો હતો. આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં શિવગિરી ગુરુ જયદેવગિરી સહિત અન્ય ત્રણ અજાણ્યા શખસો સામે રૂપિયા 1.62 લાખની લૂંટ અને હુમલો કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.

5 / 5
Gallery Image 5

હાલ પોલીસ દ્વારા ફરાર આરોપી શિવગિરીની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહીથી જૂનાગઢમાં આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

AUTHOR
Kunjan Shukal

Kunjan Shukal

Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.