Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Jamnagar : રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લીધી

Jamnagar : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લીધી હતી.
Kunjan ShuklaUpdated on: 01 Oct 2026 06:24 PM IST
1 / 5
Gallery Image 1

Jamnagar : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લીધી હતી.

2 / 5
Gallery Image 2

મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભુજિયો કોઠા, રણમલ તળાવ અને ખંભાળિયા ગેઇટની ઐતિહાસિક વિશેષતાઓ અને હાલ ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે જાણકારી મેળવી હતી.

3 / 5
Gallery Image 3

મંત્રી દર્શનાબેન વાઘેલાએ શહેરના સર્વાંગી અને સુઆયોજિત વિકાસ માટે હાથ ધરવામાં આવતી કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

4 / 5
Gallery Image 4

જામનગરની ઐતિહાસિક ઓળખ અને સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ શહેરનો આધુનિક સુવિધાઓ સાથે સંતુલિત વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવા મંત્રીએ ભાર મૂક્યો હતો.

5 / 5
Gallery Image 5

આ તકે મંત્રી સાથે ડેપ્યુટી મેયર રાકેશ ડેર, જામનગર મહાનગર પાલિકાના કમિશનર દીપેશ કેડિયા, અગ્રણી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપાડિયા, અધિકારીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.