ફોટો ગેલેરી

Hockey: ભારતીય વિમેન્સ હોકી ટીમે ઈતિહાસ રચ્યો, પહેલી વાર હાંસલ કરી આ સિદ્ધિ

Hockey: FIH રેન્કિંગ 2003 માં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી પહેલી વાર, ભારતીય વિમેન્સ હોકી ટીમ 5મા સ્થાને પહોંચી છે, જે અત્યાર સુધીનું બેસ્ટ રેન્કિંગ છે.
Nancy Shukal
Nancy Shukal
1 / 5
Gallery Image 1

ભારતીય વિમેન્સ હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) ના તાજેતરના વિશ્વ રેન્કિંગમાં પાંચમા નંબરે પહોંચી ગઈ છે. ઓક્ટોબર 2003 માં રેન્કિંગ શરૂ થયા પછી આ ટીમનું બેસ્ટ પ્રદર્શન છે.

2 / 5
Gallery Image 2

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમે નોંધપાત્ર રેન્કિંગમાં સુધારો કર્યો છે. 24 નવેમ્બરના રોજ, ભારતીય વિમેન્સ હોકી ટીમે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને 6-2થી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો.

3 / 5
Gallery Image 3

FIH પ્રો લીગમાં તેમના મજબૂત પ્રદર્શનને પગલે, FIH રેન્કિંગમાં ટીમનું અગાઉનું બેસ્ટ પ્રદર્શન મે-જૂન 2022 માં છઠ્ઠું સ્થાન હતું. 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ચોથું સ્થાન મેળવ્યા બાદ, ટીમ આઠમા નંબરે હતી. 2018 વિમેન્સ હોકી વર્લ્ડકપના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા પછી તેઓ નવમા ક્રમે પણ હતા.

4 / 5
Gallery Image 4

લેટેસ્ટ રેન્કિંગમાં, નેધરલેન્ડ્સ હાલમાં ટોપના સ્થાને છે, ત્યારબાદ આર્જેન્ટિના, બેલ્જિયમ અને સ્પેનનો નંબર આવે છે. ભારતીય ટીમ ટોપના પાંચમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.

5 / 5
Gallery Image 5

ચીન સામેનો વિજય એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સતત ચોથી જીત હતી. તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં ચીન સામેની તેમની સૌથી મોટી જીત પણ હતી. દીપિકા મેચની સ્ટાર રહી, તેને પહેલા ક્વાર્ટરમાં હેટ્રિક ફટકારી.

AUTHOR
Nancy Shukal

Nancy Shukal

Nancy Shukal is a digital journalist with experience since 2022, specializing in sports journalism and content creation. She currently works as Chief Sub Editor at Growth Now News, where she oversees news content and editorial quality. With a strong passion for sports, she focuses on delivering accurate, engaging, and timely sports coverage.