ફોટો ગેલેરી

Sahayata Setu 2026: જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ‘સહાયતા સેતુ 2026’ કવાયતનું સફળ આયોજન, આપદા રાહત ક્ષમતાઓનું પ્રદર્શન

Sahayata Setu 2026: જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘સહાયતા સેતુ 2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
Kunjan Shukal
Kunjan Shukal
1 / 8
Gallery Image 1

17થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી આ કવાયત હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (HQ SWAC)ના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી.

2 / 8
Gallery Image 2

આ કવાયતમાં રાષ્ટ્રીય એજન્સીઓ અને મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કવાયતનો મુખ્ય ઉદ્દેશ કુદરતી આફતો અને માનવતાવાદી કટોકટીના સમયે સંકલિત પ્રતિભાવ ક્ષમતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલનને વધુ મજબૂત બનાવવાનો હતો.

3 / 8
Gallery Image 3

કવાયતના સમાપન પ્રસંગે બહુવિધ એજન્સી ક્ષમતા પ્રદર્શન (MACD) યોજાયું હતું, જેમાં જમીન, હવાઈ અને દરિયાઈ ક્ષેત્રોમાં આપદા પ્રતિભાવની વિવિધ ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

4 / 8
Gallery Image 4

આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્યમ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત અનેક વરિષ્ઠ સૈન્ય અને નાગરિક અધિકારીઓ હાજર રહ્યા હતા.

5 / 8
Gallery Image 5

કવાયત દરમિયાન સેમિનાર, જ્ઞાનનું આદાનપ્રદાન, ટેબલ ટોપ એક્સરસાઇઝ (TTX), ટેકનિકલ પ્રદર્શન અને સંકલિત આપદા પ્રતિભાવની પ્રેક્ટિકલ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

6 / 8
Gallery Image 6

આ ઉપરાંત કવાયત દરમિયાન QUAD HADR વર્કિંગ ગ્રુપની બેઠક પણ યોજાઈ હતી. જેમાં સહભાગી દેશોએ પ્રાદેશિક આપદા પ્રતિભાવ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ક્ષમતા નિર્માણ માટે સહિયારા પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

7 / 8
Gallery Image 7

મીડિયા સાથે વાતચીત દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે આપદા રાહત માટે ‘સંપૂર્ણ રાષ્ટ્ર’ અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને ‘મહાસાગર’ના વિઝન હેઠળ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં વિશ્વસનીય પ્રથમ પ્રતિભાવકર્તા તરીકે કાર્ય કરી રહ્યું છે.

8 / 8
Gallery Image 8

‘સહાયતા સેતુ 2026’ કવાયત દ્વારા ભારતીય સંરક્ષણ દળો, રાષ્ટ્રીય એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો વચ્ચે સંકલન, પરસ્પર સમજણ અને આપદા સમયે ઝડપી પ્રતિભાવ આપવાની ક્ષમતામાં વધારો થયો છે.

AUTHOR
Kunjan Shukal

Kunjan Shukal

Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.