ફોટો ગેલેરી

ChhotaUdepur : હાફેશ્વર મહાદેવના દર્શન સાથે DyCM હર્ષ સંઘવીએ પ્રવાસના બીજા દિવસની શરૂઆત કરી

ChhotaUdepur : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસના બીજા દિવસની શરૂઆત કવાંટ તાલુકાના હાફેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના સાથે કરી હતી.
Vivek Shah
Vivek Shah
1 / 6
Gallery Image 1

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસના બીજા દિવસની શરૂઆત કવાંટ તાલુકાના હાફેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના સાથે કરી હતી. તેમણે ભગવાન શિવની પૂજા કરીને સમગ્ર રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત મંદિરના પ્રાંગણમાં ગૌમાતાનું પૂજન પણ કર્યું હતું.

2 / 6
Gallery Image 2

હાફેશ્વર વિસ્તાર ધાર્મિક અને કુદરતી સૌંદર્યની દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. અહીં નર્મદા નદી અને આસપાસના કુદરતી વાતાવરણને કારણે પ્રવાસન વિકાસની સારી સંભાવનાઓ રહેલી છે. આ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કઈ સુવિધાઓ વિકસાવી શકાય તે અંગે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

3 / 6
Gallery Image 3

ધાર્મિક દર્શન, પ્રવાસન વિકાસની ચર્ચા અને ખેડૂત સાથેના સંવાદના કારણે હર્ષ સંઘવીની હાફેશ્વર મુલાકાત મહત્વપૂર્ણ રહી હતી. ખાસ કરીને હાફેશ્વરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સંભાવનાઓ અંગે થયેલી ચર્ચા આગામી સમયમાં આ વિસ્તારના વિકાસ માટે મહત્વની બની શકે છે.

4 / 6
Gallery Image 4

કવાંટ તાલુકાના હાંફ (કડી-પાની) વિસ્તારમાં ટેકરીઓ અને નર્મદા નદીની વચ્ચે આવેલું આ સ્થળ શાંત અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.

5 / 6
Gallery Image 5

હફેશશ્વર મંદિર, કવંત તાલુકાના મુખ્ય શહેર છોટાઉદેપુરથી આશરે 40 કિલોમીટર દૂર સ્થિત છે. તે એક પ્રાચીન શિવ મંદિર છે અને તે વર્ષના મોટાભાગના ભાગમાં પાણીમાં ડૂબી જાય છે. ફક્ત મંદિરનો ધ્વજ જોઈ શકાય છે.

6 / 6
Gallery Image 6

સ્થાનિક લોકો એવું માને છે કે આ એક ઐતિહાસિક શિવ મંદિર છે જે અહીં એક ટેકરી પર લાંબા સમયથી અસ્તિત્વ ધરાવે છે.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે