દરિયાઈ જીવસૃષ્ટિના અભિન્ન અંગ કાચબાના સંરક્ષણ માટે ગુજરાતના માછીમારો પ્રથમવાર ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (TED) અપનાવશે


છેલ્લા કેટલાક સમયથી અમેરિકા દ્વારા ભારતીય ‘વાઇલ્ડ કોટ શ્રિમ્પ’ એટલે કે, દરિયામાંથી પકડાયેલા ઝીંગાની આયાત પર અંકુશ મૂકવામાં આવ્યો હતો, જેનું મુખ્ય કારણ માછીમારી દરમિયાન દરિયાઈ કાચબાઓને થતું જોખમ હતું.

ભારત સરકાર દ્વારા દેશભરમાં સૌથી વધુ 8925 TED યુનિટ્સ એકમાત્ર ગુજરાત માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ TEDનું વિશિષ્ટ મોડેલ ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી-કોચી દ્વારા અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના વૈશ્વિક માપદંડો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.

TEDના ઉપયોગથી કાચબાઓનું જોખમ ઘટશે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરના જરૂરી સર્ટિફિકેશન્સ મેળવવાનું સરળ બનશે. પરિણામે, અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ગુજરાતના ઝીંગાની નિકાસ પુનઃ ધમધમતી થશે, જે રાજ્યના માછીમારો અને સીફૂડ નિકાસકારોની આવકમાં ધરખમ વધારો લાવશે.

TED એ ઝીંગા પકડવાની ટ્રોલનેટમાં લગાડવામાં આવતું એક એવું વિશિષ્ટ સાધન છે, જે ઝીંગાને જાળીમાં સુરક્ષિત રાખી કાચબા જેવા મોટા દરિયાઈ જીવોને ‘એક્ઝિટ ફ્લેપ’ દ્વારા બહાર નીકળવાનો માર્ગ આપે છે, આનાથી કાચબાના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થશે.

પર્યાવરણીય સંતુલન અને માછીમારોની આર્થિક સમૃદ્ધિને સાંકળતો આ અભિનવ પ્રયાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી ગુજરાતની ‘બ્લુ ઇકોનોમી’ને વિશ્વ ફલક પર એક નવી ઊંચાઈ આપશે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.
સંબંધિત સમાચાર

રક્ષાબંધન પર્વ નિમિત્તે SOS સંસ્થાની બાળાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને રાખડી બાંધી

Monsoon Festival: કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ PM મોદીના વિઝનની કરી પ્રશંસા, પ્રવાસનને લઈને કહી મોટી વાત

