DyCM હર્ષ સંઘવીએ મનોદિવ્યાંગ દર્દીઓના હાથે બનાવેલા દીવડાઓ ખરીદી અનોખી રીતે ઉજવી દિવાળી

એટલું જ નહીં, દર્દીઓ સાથે દીવા પ્રગટાવી દિવાળીના પવિત્ર પર્વની અનોખી રીતે ઉજવણી પણ કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ દર્દીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી તેમની કલા અને આવડતને બિરદાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં રહીને દર્દીઓએ જે પ્રેમ, મહેનત અને સર્જનાત્મકતાથી આ દીવડાઓ તૈયાર કર્યા છે તે ખરેખર પ્રશંસનીય છે. આ દીવડાઓ માત્ર માટીના દીવા નથી, પરંતુ તેમની ખુશીઓ, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ મનોદિવ્યાંગ દર્દીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો અને તેમની સાથે સમય વિતાવી તેમની કુશળતાને પ્રોત્સાહન આપ્યું હતું. દર્દીઓ દ્વારા બનાવવામાં આવેલા દીવડાઓની ખરીદી કરીને તેમણે તેમની મહેનતને યોગ્ય સન્માન આપવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી દ્વારા પોતાના હાથે બનાવેલા દીવડાઓ ખરીદવામાં આવતાં દર્દીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય ગણપત વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ, મેન્ટલ હોસ્પિટલના આરએમઓ, આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ, તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

આમ, દિવાળીના તહેવાર દરમિયાન યોજાયેલી આ અનોખી ઉજવણી દ્વારા મનોદિવ્યાંગ દર્દીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા સાથે સમાજમાં સંવેદનશીલતા, સમાનતા અને આત્મનિર્ભરતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.





