ફોટો ગેલેરી

Child Marriage Free India: આંતરરાષ્ટ્રીય બાળ લગ્ન નાબૂદી દિવસની પૂર્વ સંધ્યાએ “દીકરીના નામે એક દીવો” કાર્યક્રમ યોજાયો

આંતરરાષ્ટ્રીય બાળ લગ્ન નાબૂદી દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરની સેક્ટર-23 કન્યા શાળામાં 'દીકરીના નામે એક દીવો' કાર્યક્રમ યોજાયો; બાલિકાઓએ પ્રતિજ્ઞા લીધી.
Nisha Parmar
Nisha Parmar
1 / 4
Gallery Image 1

આંતરરાષ્ટ્રીય બાળ લગ્ન નાબૂદી દિવસની પૂર્વ સંધ્યાએ સેક્ટર-23 કન્યા શાળા, ગાંધીનગર ખાતે “દીકરીના નામે એક દીવો” શીર્ષક હેઠળ બાલિકાઓ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

2 / 4
Gallery Image 2

આ કાર્યક્રમનું આયોજન જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન (Just Rights for Children)ની સહયોગી સંસ્થા ગાયત્રી સેવા સંસ્થાન (ઉદયપુર) , જિલ્લા બાળ સુરક્ષા એકમ મહેસાણા, મહિલા અને બાળ વિકાસ વિભાગ મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી નીરૂબેન.જે પટેલ ના માર્ગદર્શન અને સહયોગથી બાલિકાઓને બાળ લગ્ન જેવી સામાજિક કુપ્રથાઓ અંગે જાગૃત કરવામાં આવી હતી.

3 / 4
Gallery Image 3

કાર્યક્રમ દરમિયાન બાળ લગ્નના દુષ્પરિણામો, દીકરીઓના શિક્ષણ, અધિકારો, સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત તમામ બાલિકાઓ સાથે મળીને બાળ લગ્ન નાબૂદી માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. બાલિકાઓએ બાળ લગ્ન અટકાવવા અને બાળ લગ્ન મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ કર્યો હતો.

4 / 4
Gallery Image 4

“દીકરીના નામે એક દીવો” અભિયાન દ્વારા દીકરીના સન્માન, સમાનતા અને તેના સ્વપ્નોને સાકાર કરવાની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં બાળ લગ્ન સામે જાગૃતિ ફેલાવવાનો અને દીકરીઓને પોતાના અધિકારો પ્રત્યે સજાગ કરવાનો હતો.

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Nisha Parmar is a dedicated Journalist at Growth Now News, specializing in digital news writing and multimedia content creation. She manages daily news stories and visual media across the platform, focusing on clear, accurate, and timely reporting for readers every day.