દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, વર્ષ 2025-26માં 1200થી વધુ ગ્રામીણ યુવાઓની તાલીમથી બદલાઈ જિંદગી


તાલીમ પૂર્ણ કર્યા બાદ દર મહિને લઘુત્તમ રૂ.10,000ના પગાર સાથે રોજગારીની તક પૂરી પાડતી આ યોજના થકી નાણાકીય વર્ષ 2025-26માં 10 માર્ચ,2026 સુધીમાં રાજ્યના 18 થી 35 વર્ષની વયજૂથના 1268 થી વધુ યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપીને સફળતાપૂર્વક રોજગારી સાથે જોડવામાં આવ્યા છે.

આ યોજના માત્ર નોકરી અપાવવા પૂરતી સીમિત નથી, પરંતુ યુવાનો કાર્યક્ષેત્રમાં સ્થિર થઈ શકે તે માટે નોકરી મેળવ્યા બાદ પણ ૧૨ મહિના સુધી તેમને જરૂરી ટેકનિકલ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વમાં રાજ્યમાં ‘ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ’ (GLPC) દ્વારા આ યોજનાનું સફળ સંચાલન થઈ રહ્યું છે. યોજના હેઠળ 40થી વધુ ‘સેક્ટર સ્કિલ કાઉન્સિલ’ (SSC) માન્ય ક્ષેત્રોમાં તાલીમ અપાય છે. જેમાં લોજિસ્ટિક્સ, હેલ્થકેર, રિટેલ, સોલાર ટેકનોલોજી, BPO, વેબ ડિઝાઇનિંગ અને ઇલેક્ટ્રિશિયન જેવા બજારની માગ આધારિત કોર્સનો સમાવેશ થાય છે.

રાજયના ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોમાં વસતા યુવાધનને પગભર કરવા માટે કાર્યરત ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’ (DDU-GKY) યુવાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

આત્મનિર્ભર બનતા રાજ્યના યુવાનો, લોજિસ્ટિક્સ, હેલ્થકેર, રિટેલ, સોલાર સહિતના ક્ષેત્રે રોજગારીની નવી ક્ષિતિજો ખુલી.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે
સંબંધિત સમાચાર

Police Panchat : જેનું નામ જ ગુલાબ પછી વહીવટમાં તો સુવાસ બાકી રહે? હુક્કાબાર પર રેડ અને ‘ચાંદ’ પ્રગટ્યો

Gujarat Latest News Live : ગુજરાતમાં ગુલાબી ઠંડી, સૌથી ઠંડા નલિયાના તાપમાનમાં 1°Cનો ઘટાડો


