India A: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026 માં સૌથી વધુ રન કોણે બનાવ્યા?


વૈભવ સૂર્યવંશી એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે. તેને 4 મેચમાં 281 રન બનાવ્યા છે, જેમાં UAE સામેની બેવડી સદીનો પણ સમાવેશ થાય છે. તેને 16 ચોગ્ગા અને 32 છગ્ગા ફટકાર્યા છે.

તિલક વર્મા બીજા નંબરે રહ્યો. ભારતીય A ટીમનું નેતૃત્વ કરી રહેલા તિલક વર્માએ ટુર્નામેન્ટ દરમિયાન 4 મેચ રમી અને 260 રન બનાવ્યા. તેને 16 ચોગ્ગા અને ફક્ત 6 છગ્ગા ફટકાર્યા. તેની ધીમી બેટિંગ ચર્ચાનો વિષય બની.

ભારતીય ઓપનર અભિષેક શર્મા ત્રીજા નંબરે છે. તેને 4 મેચમાં 169 રન બનાવ્યા છે, જેમાં 18 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા છે. આ ટુર્નામેન્ટમાં અભિષેકનું પ્રદર્શન અપેક્ષા મુજબ પ્રભાવશાળી રહ્યું નથી.

કુમાર કુશાગ્ર ચોથા નંબરે આવે છે. તેને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં 4 મેચમાં 141 રન બનાવ્યા છે. કુમાર કુશાગ્રએ 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા છે.

શાહબાઝ અહેમદ પાંચમા નંબરે આવે છે. તેને ટુર્નામેન્ટમાં 4 મેચ રમી હતી, જેમાં 2 ચોગ્ગા અને 8 છગ્ગા સહિત 118 રન બનાવ્યા હતા. તે બોલર હોવા છતાં તેને ખૂબ જ ઝડપી બેટિંગ કરી હતી.

Nancy Shukal
Nancy Shukal is a digital journalist with experience since 2022, specializing in sports journalism and content creation. She currently works as Chief Sub Editor at Growth Now News, where she oversees news content and editorial quality. With a strong passion for sports, she focuses on delivering accurate, engaging, and timely sports coverage.




