ફોટો ગેલેરી

CM Bhupendra Patel: અમદાવાદમાં ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ સેરેમની

CM Bhupendra Patel: અમદાવાદમાં ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ સેરેમની યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓની ભાગીદારી અને 2029ની વર્લ્ડ પોલીસ ગેમ્સનો ઉલ્લેખ કર્યો.
Nancy Shukal
Nancy Shukal
1 / 5
Gallery Image 1

અમદાવાદમાં આયોજિત ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાંથી આવેલા ખેલાડીઓએ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ આયોજનમાં અંદાજે 10 હજાર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

2 / 5
Gallery Image 2

ગુજરાતને પ્રથમ વખત ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરના આયોજનની તક મળી હતી. આ બદલ મુખ્યમંત્રીએ ઓલ ઈન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને દેશભરના ખેલાડીઓની ભાગીદારી અને રમતગમતમાં તેમના પ્રદર્શનની નોંધ લીધી હતી. ગુજરાતના DGPની ભાગીદારી બદલ પણ તેમને ગર્વ વ્યક્ત કર્યો હતો.

3 / 5
Gallery Image 3

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ફિટ ઈન્ડિયા અભિયાનનો ઉલ્લેખ કરતાં તેને સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું. રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં, પરંતુ શિસ્ત અને સમર્પણની ભાવના વિકસાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેવો સંદેશ આ આયોજન દ્વારા સામે આવ્યો હતો.

4 / 5
Gallery Image 4

આ સિવાય વર્ષ 2029માં યોજાનારી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સની તૈયારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય રમતોત્સવને ધ્યાનમાં રાખીને રમતગમત ક્ષેત્રે તૈયારી અને ભાગીદારીનું મહત્ત્વ રહેશે.

5 / 5
Gallery Image 5

મુખ્યમંત્રીએ નશામુક્ત ભારતના સંકલ્પનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે નશામુક્ત ભારતના નિર્માણ માટે સરકાર કટિબદ્ધ રહેશે. રમતગમત અને ફિટનેસને પ્રોત્સાહન આપીને યુવાનોને સ્વસ્થ જીવનશૈલી તરફ વાળવાનો સંદેશ પણ આ સમાપન સમારોહમાં આપવામાં આવ્યો હતો.

AUTHOR
Nancy Shukal

Nancy Shukal

Nancy Shukal is a digital journalist with experience since 2022, specializing in sports journalism and content creation. She currently works as Chief Sub Editor at Growth Now News, where she oversees news content and editorial quality. With a strong passion for sports, she focuses on delivering accurate, engaging, and timely sports coverage.