Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Ahmedabad : 158 શરણાર્થીઓને DyCM હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત

અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો. જેમાં CAA હેઠળ 126 અને કલેક્ટર કચેરી મારફતે 32 લોકોને નાગરિકતા મળી તેમને પ્રમાણપત્ર એનાયત કરાયા.
Kunjan ShuklaUpdated on: 13 Oct 2026 12:06 PM IST
1 / 5
Gallery Image 1

અમદાવાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોના હસ્તે કુલ 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

2 / 5
Gallery Image 2

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દિવાળીને હજુ 20 દિવસ બાકી છે, પરંતુ ભારતીય નાગરિકતા મળતાં જ 158 પરિવારોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. તેમણે પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડન અને યાતનાઓનો સામનો કરીને આવેલા પરિવારોને નવું જીવન અને સુરક્ષા આપવાના પ્રયાસો બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

3 / 5
Gallery Image 3

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, CAAના માધ્યમથી પીડિત પરિવારોને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક મળી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નાગરિકતા મેળવનારા પરિવારોની નવી પેઢી ડૉક્ટર, એન્જિનિયર અને ખેલાડી બનીને દેશના વિકાસમાં યોગદાન આપશે. તેમણે દીકરી ધારા સિંધુની રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

4 / 5
Gallery Image 4

કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા અને ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીએ પણ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે નાગરિકતાની સાથે દેશની એકતા, અખંડિતતા અને વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

5 / 5
Gallery Image 5

ગુજરાતના ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ અને ડિરેક્ટર ઓફ સિટિઝન રજિસ્ટ્રેશન સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, CAA હેઠળ અત્યાર સુધીમાં 1,500થી વધુ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. સાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.