Get News Alerts

Never miss breaking news updates.

ઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાના બેફામ વેચાણનો વિરોધ, રાજ્ય સહિત દેશભરમાં મેડિકલ સ્ટોર બંધ

Medical Store Strike: ઓનલાઇન ઈ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં દેશભરમાં આજે મેડિકલ સ્ટોરના શટર અડધા ખુલ્યા તો અડધા બંધ જોવા મળ્યા. કારણ કે, ઓનલાઇન દવાઓના વેચાણ સામે દેશભરના કેમિસ્ટો આજે એક દિવસની હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે.
Admin
AdminUpdated on: 20 May 2026 04:45 PM IST
ઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાના બેફામ વેચાણનો વિરોધ, રાજ્ય સહિત દેશભરમાં મેડિકલ સ્ટોર બંધઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાના બેફામ વેચાણનો વિરોધ, રાજ્ય સહિત દેશભરમાં મેડિકલ સ્ટોર બંધ

Medical Store Strike: ઓનલાઇન ઈ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં દેશભરમાં આજે મેડિકલ સ્ટોરના શટર અડધા ખુલ્યા તો અડધા બંધ જોવા મળ્યા. કારણ કે, ઓનલાઇન દવાઓના વેચાણ સામે દેશભરના કેમિસ્ટો આજે એક દિવસની હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સના આહ્વાન પર રાષ્ટ્રીય સ્તરે બંધ પાળવામાં આવી રહ્યો છે. 

દરેક રાજ્યમાં તેની અસર અલગ જોવા મળી  રહી છે. દેશની રાજધાની દિલ્હી ઉપરાંત બિહાર, પંજાબ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના  શહેરી વિસ્તારોમાં મોટા ભાગના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા છે. જ્યારે ગુજરાતમાં તેની મિશ્ર અસર જોવા મળી રહી છે. ક્યાંક મેડિકલ સ્ટોર સંપૂર્ણ બંધ રહ્યા તો ક્યાંક જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.

કેમિસ્ટ ઍસોસિએશનની સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માગણીઓ

1. GSR 817 નોટિફિકેશન રદ કરવું - આઇટી સંબંધી નોટિફિકેશન  પરત ખેંચવામાં આવે 

2. કોરોના કાળના નિયમોનો અંત - મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા બે ડ્રાફ્ટ પરત ખેંચવામાં આવે

3. ડીપ ડિસ્કાઉન્ટિંગ પર રોક - ઓનલાઇન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર તાકીદે રોક 

દેશભરમાં આજે મેડિકલ સ્ટોરના બંધને કારણે અનેક શહેરોમાં લોકો દવાઓ માટે પરેશાન બન્યા છે. કેમિસ્ટ સંગઠનો દ્વારા ઓનલાઇન ફાર્મસી અને ઈ-મેડિસિન વેચાણ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સંગઠનોનું કહેવું છે કે, ઓનલાઇન કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપી પરંપરાગત મેડિકલ સ્ટોરના વેપારને નુકસાન પહોંચાડી રહી છે.

ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં અનેક મેડિકલ સ્ટોર બંધ રહ્યા તો અંતરિયાળ વિસ્તારોમાં કેટલાંક વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ ખુલ્લાં પણ જોવા મળ્યા હતાં, એટલે કે આ હડતાળને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. જો કે, હોસ્પિટલ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર અને કેટલીક 24 કલાક ચાલતી ફાર્મસી ખુલ્લી જોવા મળી રહી છે. રાજ્યના હજારો કેમિસ્ટોએ આ બંધને સમર્થન આપ્યું હોવાનું સંગઠનનો દાવો છે. ડુપ્લિકેટ દવાના વેચાણ અને સ્વાસ્થ સાથે ચેડા થતાં અટકાવવા માટે સરકાર કડક કાયદો બનાવે એવી ગુજરાતના કેમિસ્ટ એસોસિએશને માગણી કરી છે.

કેમિસ્ટ સંગઠનોનું કહેવું છે કે, ઓનલાઇન દવા વેચાણમાં નિયમોના ભંગ થવાના કેસ વધી રહ્યા છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સરકાર કડક નિયમો બનાવે અને ગેરકાયદેસર ઓનલાઇન વેચાણ પર રોક લગાવે તેવી માગ ઉઠી રહી છે.

હડતાળને કારણે ઘણા વિસ્તારોમાં સામાન્ય લોકો અને દર્દીઓને નજીકમાં દવા નહીં મળતા દૂર સુધી દવા લેવા જવાનો વારો આવ્યો હતો. જો કે, સરકાર અને ડ્રગ કંટ્રોલ વિભાગે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવા સૂચના આપી હતી. અનેક હોસ્પિટલ મેડિકલ સ્ટોર અને જન ઔષધી કેન્દ્રો ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેથી જરૂરી દવાઓ ઉપલબ્ધ રહી શકે. પણ લોકોમાં આ બાબતને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

દેશના અલગ-અલગ રાજ્યોમાં બંધની અસર પણ અલગ-અલગ જોવા મળી છે. કેટલાક રાજ્યોમાં લગભગ સંપૂર્ણ બંધ રહ્યો તો કેટલાક સ્થળે મેડિકલ સ્ટોર સામાન્ય રીતે ચાલુ રહ્યા છે. હવે સરકાર અને કેમિસ્ટ સંગઠનો વચ્ચે શું સમાધાન થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.