Bharuch : તવરા ગામમાં સરકારી જમીન મુદ્દે વિવાદ ગરમાયો, રી-ગ્રાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ, જુઓ Video

Bharuch : તવરા ગામમાં સરકારી જમીન મુદ્દે વિવાદ ગરમાયો, રી-ગ્રાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ, જુઓ Video

Bharuch તાલુકાના તવરા ગામમાં સરકારી જમીનને લઈને વિવાદ ગરમાયો છે. ગામના સર્વે નંબર 118 પૈકીની સરકારી જમીનને અક્ષર પુરુષોત્તમ સંસ્થાને રી-ગ્રાન્ટ કરવાની ચાલી રહેલી કાર્યવાહી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીન કોઈ સંસ્થાને આપવાને બદલે સરકારી હસ્તક જ રાખી જાહેર હેતુ માટે અનામત રાખવાની ઉગ્ર માગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, તવરા અને નવા તવરા ગામની સંયુક્ત વસ્તી 10 હજારથી વધુ છે. વધતી વસ્તી સામે ગામમાં વિવિધ જાહેર સુવિધાઓની જરૂરિયાત ઊભી થઈ રહી છે. ખાસ કરીને બાળકો અને યુવાનો માટે રમતગમતનું મેદાન, વિદ્યાર્થીઓ માટે શાળા અને લાઇબ્રેરી, નાના બાળકો માટે આંગણવાડી, ગ્રામજનો માટે કોમ્યુનિટી હોલ તથા પીવાના પાણી જેવી સુવિધાઓની જરૂરિયાત હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




