Kutch: કચ્છની શાળાઓ ફરી ગુંજી ઉઠી બાળકોના કિલ્લોલથી! જુઓ VIDEO

Kutch: દિવાળી વેકેશન પૂર્ણ થતાં કચ્છની અંદાજે 2,100 શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું. આશરે 3 લાખ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ પહોંચ્યા.
Nancy Shukal
Nancy Shukal

Kutch: દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ કચ્છ જિલ્લામાં ફરી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. લાંબા વેકેશન બાદ જિલ્લાના અંદાજે 2,100 જેટલી શાળાઓમાં આશરે 3 લાખ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર અભ્યાસ માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના આગમનથી શાળાઓમાં ફરી એકવાર રોનક અને ચહલપહલ જોવા મળી હતી.

શાળાએ પરત ફરેલા બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો

વેકેશન દરમિયાન પરિવાર સાથે સમય વિતાવ્યા બાદ શાળાએ પરત ફરેલા બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. લાંબા સમય પછી મિત્રો સાથે મુલાકાત થતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. એકબીજાને મળીને બાળકોએ વેકેશનના અનુભવો પણ શેર કર્યા હતા.

શિક્ષકોએ શાળાએ પરત ફરેલા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કર્યું

બીજી તરફ, શિક્ષકોએ પણ શાળાએ પરત ફરેલા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. શાળાઓમાં ફરીથી અભ્યાસ, વર્ગખંડોની પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓની હાજરીથી શૈક્ષણિક માહોલ જીવંત બન્યો હતો.

આમ, દિવાળી વેકેશન બાદ કચ્છની શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.