Gujarat SWAGAT Programme : આજે રાજ્ય સ્વાગત કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ રૂબરૂ સાંભળશે નાગરિકોની ફરિયાદો, જુઓ Video

Gujarat SWAGAT Programme : ગુજરાતમાં નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો ઝડપી તથા અસરકારક ઉકેલ લાવવાના હેતુથી આજે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.
Vivek Shah
Vivek Shah

Gujarat SWAGAT Programme : આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગરિકોની સમસ્યાઓ અને રજૂઆતો રૂબરૂ સાંભળશે. સાથે જ સંબંધિત વિભાગોના અધિકારીઓને ફરિયાદોના યોગ્ય નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપશે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને તેમની સમસ્યાઓ સીધી સરકાર સમક્ષ રજૂ કરવાની તક મળી રહે તે માટે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ લાવવાનો અને સરકારી તંત્રને વધુ જવાબદાર બનાવવાનો છે.

આજે યોજાનારા રાજ્ય સ્વાગત કાર્યક્રમ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકો પોતાની સમસ્યાઓ અને રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગરિકોની વાત રૂબરૂ સાંભળીને સંબંધિત અધિકારીઓ પાસેથી રજૂ કરાયેલા પ્રશ્નો અંગે વિગતો મેળવશે. નાગરિકોની ફરિયાદો માત્ર સાંભળવા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ તેનો સમયસર અને યોગ્ય ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે. વિવિધ સરકારી વિભાગો સાથે સંકળાયેલા પ્રશ્નો અંગે જવાબદાર અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવવામાં આવશે.