TET: TET આંદોલન વચ્ચે શિક્ષણમંત્રીનું આશ્વાસન, પ્રશ્નોનું આવશે સકારાત્મક પરિણામ! જુઓ VIDEO
TET: ગાંધીનગરમાં TET ઉમેદવારો સાથેની બેઠક બાદ શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ લાવવા સરકાર પ્રયાસ કરશે તેમ જણાવ્યું.
Nancy Shukal

TET: ગાંધીનગરમાં TET ઉમેદવારોના આંદોલન વચ્ચે રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આંદોલન કરી રહેલા ઉમેદવારો સાથે બેઠક યોજ્યા બાદ મંત્રીએ જણાવ્યું હતું કે TET સંબંધિત પ્રશ્નોનું સકારાત્મક પરિણામ લાવવા સરકાર પ્રયાસ કરશે.
ઉમેદવારોએ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી
બેઠક દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી વિવિધ માગણીઓ અને રજૂઆતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવારોએ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી, જેના પર મંત્રી સાથે ચર્ચા થઈ હતી.
સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર
શિક્ષણમંત્રીના નિવેદન બાદ હવે ઉમેદવારોની માગણીઓ અંગે સરકાર શું નિર્ણય લે છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવે છે તેના પર સૌની નજર છે. સરકારના આગામી પગલાંથી આંદોલન અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.