
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર થયેલા મિસાઈલ હુમલાના પ્રયાસના જવાબમાં અમેરિકાએ ઈરાન પર નવા સૈન્ય હુમલા શરૂ કર્યા હોવાનો અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો છે.

હોર્મુઝ જળમાર્ગમાં વ્યાપારી માલવાહક જહાજ પર થયેલા ડ્રોન હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. અમેરિકાએ જવાબી કાર્યવાહીમાં ઈરાનના મિસાઈલ, ડ્રોન સ્ટોરેજ અને તટીય રડાર ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે, જેના કારણે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામના ભવિષ્ય પર ફરી સવાલો ઊભા થયા છે.

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકાની વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત માટે પેટ્રોલિયમ લઈને આવતું ‘નિસોસ કેરોસ’ નામનું વિશાળ ઓઈલ ટૅન્કર સફળતાપૂર્વક હોર્મુઝ જળમાર્ગ પાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વના સૌથી સંવેદનશીલ સમુદ્રી માર્ગોમાંથી એક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા વચ્ચે આ ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.