
સર્વાઇકલ કેન્સર સામે દીકરીઓને સુરક્ષિત બનાવવા માટે શરૂ કરાયેલા HPV રસીકરણ અભિયાનને મોટી સફળતા મળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ 14 વર્ષની દીકરીઓને HPV રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે સરકારે નિર્ધારિત લક્ષ્યાંકનો 90 ટકા હિસ્સો પૂર્ણ કર્યો છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ ‘જનની’ પ્લેટફોર્મ મહિલાઓના પ્રજનન સમયગાળા દરમિયાનના તમામ આરોગ્ય રેકોર્ડને ડિજિટલ રીતે સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે સંગ્રહિત કરશે. તેમાં ગર્ભાવસ્થા પૂર્વ તપાસ, પ્રસૂતિની તૈયારી, ડિલિવરી, પ્રસૂતિ બાદની સંભાળ, નવજાત શિશુની દેખરેખ, નાના બાળકોની ઘરઆધારિત સંભાળ તેમજ પરિવાર નિયોજન જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.