
અમેરિકા ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની સુરક્ષા ફરી એકવાર ચર્ચામાં આવી છે. 2026 દરમિયાન અત્યાર સુધી ટ્રમ્પ અને તેમના પરિવારને નિશાન બનાવીને કરવામાં આવેલી ચાર અલગ-અલગ મોટી સાજિશોને અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાઓ બાદ સિક્રેટ સર્વિસ, FBI અને અન્ય એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે.

અમેરિકાના White House નજીક શનિવારે સાંજે થયેલા ગોળીબારથી હાહાકાર મચી ગયો હતો. ઘટના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump વ્હાઇટ હાઉસમાં હાજર હતા. શંકાસ્પદ હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતા સીક્રેટ સર્વિસે જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં હુમલાખોરનું મોત થયું હતું. ઘટનામાં એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે, જ્યારે FBI સહિતની એજન્સીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.