
Tamil Nadu New Government: આખરે તમિલનાડુમાં સરકાર બનાવવાનો કોયડો ઉકેલાઈ ગયો છે. VCKએ વિજય થલાપતિની પાર્ટી ટીવીકેને સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ વિજયે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલ સુધી વિજય પાસે 116 ધારાસભ્યો હતા. જે આજે વધીને 118 થઈ ગયા છે અને બહુમતીએ પહોંચી ગયો છે. ત્યારે હવે તમિલનાડુમાં વિજયની સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

Vijay Thalapathy Meet Tamil Nadu Governor: તમિલનાડુમાં સરકાર બનાવવાનું કોકડું હજુ ગૂંચવાયેલું છે. થલાપતિ વિજયની ટીવીકે સરકાર કેવી રીતે અને ક્યારે બનશે તે હજુ પણ એક રહસ્ય છે. અભિનેતા વિજય ટીવીકેની ગઠબંધન સરકાર બનાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

Vijay Thalapathy: સાઉથ ઇન્ડસ્ટ્રીના બાદશાહ રહેલા થલપતિ વિજયે જ્યારે 69મી ફિલ્મ પછી એક્ટિંગ છોડવાની જાહેરાત કરી ત્યારે બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 200 કરોડ રૂપિયાની ફી છોડીને શૂન્યથી શરૂઆત કરવામાં રિસ્ક હતું, પરંતુ ગઈકાલે 4થી મેના પરિણામોએ બતાવી દીધું કે ‘પર્પઝ ડ્રિવન કરિયર શિફ્ટ’ શું હોય છે! આજે વિજય રાજનીતિમાં પણ તેટલા જ સફળ ગણી શકાય, જેટલા રૂપેરી પડદે હતા.