200 કરોડ ફી લીધી, 2 વર્ષ પ્લાનિંગ કર્યું... વિજય થલપતિની પીક પર કરિયર બદલવાની કહાણી



ફાઇલ ફોટો
200 કરોડ ફી લીધી, 2 વર્ષ પ્લાનિંગ કર્યું... વિજય થલપતિની પીક પર કરિયર બદલવાની કહાણી



ફાઇલ ફોટો
Vijay Thalapathy: સાઉથ ઇન્ડસ્ટ્રીના બાદશાહ રહેલા થલપતિ વિજયે જ્યારે 69મી ફિલ્મ પછી એક્ટિંગ છોડવાની જાહેરાત કરી ત્યારે બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 200 કરોડ રૂપિયાની ફી છોડીને શૂન્યથી શરૂઆત કરવામાં રિસ્ક હતું, પરંતુ ગઈકાલે 4થી મેના પરિણામોએ બતાવી દીધું કે ‘પર્પઝ ડ્રિવન કરિયર શિફ્ટ’ શું હોય છે! આજે વિજય રાજનીતિમાં પણ તેટલા જ સફળ ગણી શકાય, જેટલા રૂપેરી પડદે હતા.
સામાન્ય રીતે લોકો રિટાયર્મેન્ટ પછી રાજનીતિમાં આવે છે. પરંતુ વિજયે તેની કરિયરના પિક પર આ ફેંસલો લીધો. આ તે પ્રોફેશનલ્સ લોકો માટે શીખ છે, જે સફળતા પછી ‘કમ્ફર્ટ ઝોન’ની ચાદર ઓઢી લે છે.
રિસ્ક મેનેજમેન્ટ કરવું જરૂરી
વિજયે રાતોરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી નથી છોડી. તેમણે પોતાની પાર્ટી ‘તમિલગા વેત્રી કડગમ’નો પાયો પહેલા નાંખ્યો અને ધીરે ધીરે ફિલ્મના કમિટમેન્ટ પૂરા કર્યા હતા. કરિયર બદલવાનો આ ‘ગ્રેજ્યુઅલ ટ્રાન્ઝેક્શન’ સૌથી સુરક્ષિત રીત છે.
સ્કિલ ટ્રાન્સફર પણ જરૂરી છે. એક અભિનેતા તરીકે વિજયની કનેક્ટિવિટી અને માસ અપીલ તેમની તાકાત હતી. તેમણે પબ્લિક સ્પીકિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટના હુન્નરને રાજનીતિમાં હથિયાર તરીકે વાપર્યું હતું.
લાંબી પ્લાનિંગ અને ફિલ્ડ વર્ક જરૂરી
આજે તેમની જીત પાછળ 2 વર્ષની લાંબી પ્લાનિંગ, સ્ટડી અને ગ્રાઉન્ડ લેવલનું ફિલ્ડ વર્ક છે. તેમણે 2026ની વિધાનસભા ચૂંટણીમાં ધ્યાન રાખીને બહુ પહેલેથી જ પ્લાનિંગ તૈયાર કરી રાખ્યો હતો.
પ્રોફેશનલ યુવાનોએ શું શીખવું જોઈએ?
જો તમે તમારા ક્ષેત્રમાં સર્વોચ્ચ શિખરે પહોંચી ગયા છો તો, કેટલાક નવા ચેલેન્જ તમારી વ્યક્તિત્વને વધુ સારી રીતે ઘડશે. સફળતાનો મતલબ થોભી જવું નથી થતું. કરિયર શિફ્ટિંગ કરતી વખતે ઓછામાં ઓછો 2 વર્ષનો એડવાન્સ પ્લાનિંગ અને ફિલ્ડ વર્ક જરૂરી છે.
વિજયે તેમની છેલ્લી બે ફિલ્મથી એવી તગડી કમાણી કરી હતી કે, તેઓ કોઈપણ પ્રકારના આર્થિક દબાણ વગર જનસેવા કરી શકે. કોઈપણ નવી શરૂઆત પહેલાં ફાઇનાન્સિયલ તૈયારી જરૂરી છે.




