Get News Alerts

Never miss breaking news updates.

તમિલનાડુમાં આખરે ‘વિજય’ની જીત, 120 ધારાસભ્યો સાથે બનાવશે સરકાર

Tamil Nadu New Government: આખરે તમિલનાડુમાં સરકાર બનાવવાનો કોયડો ઉકેલાઈ ગયો છે. VCKએ વિજય થલાપતિની પાર્ટી ટીવીકેને સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ વિજયે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલ સુધી વિજય પાસે 116 ધારાસભ્યો હતા. જે આજે વધીને 118 થઈ ગયા છે અને બહુમતીએ પહોંચી ગયો છે. ત્યારે હવે તમિલનાડુમાં વિજયની સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
Admin
AdminUpdated on: 09 May 2026 04:54 PM IST
તમિલનાડુમાં આખરે ‘વિજય’ની જીત, 120 ધારાસભ્યો સાથે બનાવશે સરકારતમિલનાડુમાં આખરે ‘વિજય’ની જીત, 120 ધારાસભ્યો સાથે બનાવશે સરકાર

Tamil Nadu New Government: આખરે તમિલનાડુમાં સરકાર બનાવવાનો કોયડો ઉકેલાઈ ગયો છે. VCKએ વિજય થલાપતિની પાર્ટી ટીવીકેને સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ વિજયે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલ સુધી વિજય પાસે 116 ધારાસભ્યો હતા. જે આજે વધીને 118 થઈ ગયા છે અને બહુમતીએ પહોંચી ગયો છે. ત્યારે હવે તમિલનાડુમાં વિજયની સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

VCKએ વગર શરતે સમર્થન આપ્યું
થોલ તિરુમાવલનના નેતૃત્વવાળી વીસીકેએ વિજયની પાર્ટી ટીવીકેને કોઈપણ શરત વગર સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. એવામાં તમિલનાડુમાં સરકાર બનાવવા માટે હલચલ તેજ થઈ ગઈ છે અને વિજય સરકાર બનાવવા માટે આગળ વધી રહ્યા છે. વીસીકેના આ નિર્ણયને વિજય થલાપતિ માટે મોટું રાજકીય સમર્થન માનવામાં આવી રહ્યું છે. ત્યાં થોલ તિરુમાવલનના નેતૃત્વવાળી પાર્ટીએ કહ્યુ કે, તેમનું સમર્થન બિનશરતી છે.

IUMLએ પણ ટીવીકેને સમર્થન આપ્યું
તમિલનાડુમાં હવે વીસીકે સિવાય IUMLએ પણ ટીવીકેને સમર્થન આપ્યું છે. તેમણે બિનશરતી સમર્થન જાહેર કર્યું છે. પાર્ટીએ સાંજે ટીવીકેને સમર્થન પત્ર સોંપ્યું હતું. તેની તસવીરો સામે આવી છે.

VCKએ નિર્ણય લેવામાં કેમ મોડું કર્યું?: તમિલસાઈ સૌંદર્યરાજન
ચેન્નઈમાં ભાજપના નેતા તમિલસાઈ સૌંદર્યરાજને તમિલનાડુમાં સરકાર બનાવવાને લઈને ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘હું વિજયની જીત માટે તેને અભિનંદન પાઠવું છું અને જનતાના જનાદેશનો સન્માન કરું છું. આ સાથે જ અમે બંધારણનું સન્માન કરીએ છીએ. બંધારણ પ્રમાણે સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યાબળ જોઈએ. જો તમારી પાસે બહુમતનો આંકડ઼ો નથી તો કોઈ પાસ નથી કરતું. રાજ્યપાલને દોષ ન આપવો જોઈએ. દોષ પાર્ટીનો છે કે પૂરતા સંખ્યાબળ વગર દાવો રજૂ કરવા જાય છે. તમિલસાઈએ ડીએમકે પર નિશાન સાધતા કહ્યું કે, ડીએમકે કહે છે કે, તે સરકાર રચવામાં અવરોધ પેદા કરવા માગતી નથી, તો પછી સ્ટાલિન સાથેની મુલાકાત બાદ નિર્ણય જાહેર કરવામાં મોડું કેમ કર્યું?

AUTHOR
Admin

Admin

Author details are not available.