
Mahoharlal Khattar Speech: કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, કોઈપણ રોકાણકાર રોકાણ કરતા પહેલાં સૌથી પહેલા એ વિચારે છે કે જ્યાં તે રોકાણ કરવા જઈ રહ્યો છે તે સ્થળ તેના ઉદ્યોગના વિકાસ માટે કેટલું અનુકૂળ અને વિશ્વસનીય છે.

Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાત વિસ્તારની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) નો વડોદરાથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી સોચ અને સમય કરતાં આગળનું વિચારીને તેનું ઈમ્પ્લીમેન્ટેશન કરવાની પ્રતિબદ્ધતાને કારણે ભારત દરેક ક્ષેત્રોમાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમની આ વિઝનરી લિડરશીપના કારણે દુનિયાના દેશો ભારત સાથે વિશ્વાસું મિત્રના ભાવથી જોડાયા છે અને વધુને વધુ દેશો જોડાઈ રહ્યાં છે.

વડોદરામાં સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવાના હેતુથી યોજાયેલી આ કોન્ફરન્સમાં ઉદ્યોગપતિઓ, રોકાણકારો, વિવિધ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.