
ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં ચાર વર્ષની બાળકીના અપહરણ અને તેના પર કથિત દુષ્કર્મના ગંભીર કેસમાં પોલીસે મુખ્ય આરોપીની એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી 60 વર્ષીય અબરાર, બાળકીનો જ એક સંબંધિત સગો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપીના બંને પગમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા Suvendu Adhikariના ખાનગી સહાયક ચંદ્રનાથ રથ હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. SITએ ઉત્તર પ્રદેશ અને બિહારથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. UPI પેમેન્ટના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.