
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘમલ્હાર 2026’નો આજે 8 ઓગસ્ટે ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી ડો. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલ 29 ઓગસ્ટ સુધી યોજાશે.

ગાંધીનગર: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા દિવસભર વિવિધ વિભાગો સાથે મેરેથોન સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ચાલી રહેલી યોજનાઓ, તેમના અમલીકરણ અને કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોની યોજનાઓ અને અમલીકરણ પર ચર્ચા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ, ટુરીઝમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ઉદ્યોગ વિભાગ સાથે અલગ-અલગ સમીક્ષા બેઠક...