
ગુજરાત સરકારે આધુનિક અને પર્યાવરણમિત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ એક મોટું પગલું ભર્યું છે. રાજ્યમાં ગ્રીન ટેક્નોલોજી આધારિત 20 ક્લાઈમેટ-રેસિલિયન્ટ રોડોના નિર્માણ માટે ₹1,147 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જૂના રોડના મટિરિયલનો પુનઃઉપયોગ કરીને બનાવાનારા આ પ્રોજેક્ટથી ન માત્ર ખર્ચમાં ઘટાડો થશે, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને લાંબા ગાળાની ટકાઉ વિકાસને પણ વેગ મળશે.

નેધરલેન્ડના વિશ્વપ્રસિદ્ધ ઓફસ્લોડાઈક ડેમની મુલાકાત લઈને ત્યાં અપનાવવામાં આવેલી જળ વ્યવસ્થાપનની આધુનિક ટેક્નોલોજીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જળ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રે નેધરલેન્ડનું કાર્ય સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ અને શીખવા લાયક છે.

આ બેઠકમાં ચાલી રહેલા વૃક્ષારોપણ અભિયાનની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ વિસ્તારમાં વધુ હરિયાળી વધે અને પર્યાવરણ સંતુલન મજબૂત બને તે માટે આગામી યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.