
Sharemarket loss: યુદ્ધ લંબાઈ રહ્યું છે અને શેરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે. યુદ્ધ એક મહિના પહેલાં શરૂ થયું હતું; કોઈને અંદાજ નહોતો કે તે આટલો લાંબો સમય ચાલશે. પરંતુ હવે સમય જતાં યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. યુદ્ધે, મુખ્યત્વે ક્રૂડ તેલ અને ગેસના પુરવઠાને અવરોધિત કર્યો છે. ક્રૂડ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ $107 પ્રતિ બેરલની આસપાસ છે.

Sharemarket Today Update: સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે ખરાબ સ્થિતિ રહી હતી. ખૂલતાંની સાથે જ શેરબજાર તૂટી પડ્યું હતું અને સાંજ સુધી રિકવર ન થઈ શક્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સ 1635 પોઈન્ટ અથવા 2.22 ટકાના નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયો હતો.

Wednesday Sharemarket Update: બુધવારે એટલે કે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર ગ્રીન બંધ થયું. બેન્ચમાર્ક ઇન્ડેક્સ અને નિફ્ટી લગભગ બે ટકા વધ્યા છે. 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ 1,205 પોઈન્ટ અથવા 1.63 ટકા વધીને 75,273.45 પર બંધ થયો છે તો 50 શેર ધરાવતો NSE નિફ્ટી 394.05 પોઈન્ટ અથવા 1.72 ટકા વધીને 23,306.45 પર બંધ થયો છે.