
Aravalli : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાણાસૈયદ વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કતલ કરવાના ઈરાદે બાંધી રાખવામાં આવેલા 50 ગૌવંશને પોલીસે સુરક્ષિત રીતે છોડાવ્યા છે.

જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં આજે વહેલી સવારે એકથી બે વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદીને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનો પાછળનો પગ ગેટની રેલિંગમાં ફસાઈ જતાં તે ઈજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે NDRFની ટીમે સમયસર કામગીરી કરીને ત્રણ મજૂરોનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. શહેરના પાલીહિલ પાછળ આવેલા એસટીપી (સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ખાતે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા ત્રણ મજૂરો ફસાઈ ગયા હતા, જેને પગલે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.